કોઠારીયા મેઈન રોડ પર નામચીન રાજો જાડેજા આણી ટોળકીનો આતંક: કાર આંતરી ત્રણ મિત્રો પર હુમલો - At This Time

કોઠારીયા મેઈન રોડ પર નામચીન રાજો જાડેજા આણી ટોળકીનો આતંક: કાર આંતરી ત્રણ મિત્રો પર હુમલો


શહેરમાં હિસ્ટ્રીશીટરો બેલગામ બન્યાં હોય તેમ દરરોજ ગુનાને અંજામ આપી લોકોને ભયના ઓથાર નીચે ધકેલી રહ્યાં છે. ત્યારે ગઈ મોડી રાતે કોઠારીયા મેઈન રોડ પર નામચીન રાજો જાડેજા આણી ટોળકીનો આતંક મચાવી કાર આંતરી ત્રણ યુવાનો પર છરીથી જીવલેણ હુમલો કરતાં યુવાનો ગંભીર રીતે ઘવાયા હતાં. જ્યારે સરાજાહેર બનેલ બનાવથી લોકોમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે નવ શખ્સો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.03 માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનિયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે બીએનએસ એક્ટ 118(2),118(1), સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરીકામ કરે છે. તેમના પરીવારમાં માતા અને પત્ની ચાંદનીબેન છે. ગઈ કાલે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેઓ તેના મિત્ર દિવ્યેશભાઈ, દેવ ટાંક સહિતના મિત્રો કામ અર્થે ગોંડલ ચોકડી ખાતે દિવ્યેશભાઈની કાર લઇ ગયેલ હતા. જે ગાડીમાં પાંચેય ગોંડલ ચોકડીથી હુડકો બસ સ્ટેન્ડની સામે આવેલ ખોડીયાર ચા ની હોટલે ચા પીવા ગયેલ હતા. દરમિયાન તેમને ઘરે જવાનું મોડું થતુ હોય જેથી ચા પીવાની ના પાડતા બધા મિત્રો ચા પાણી પીધા વગર ખોડીયાર હોટલથી ઘરે જતા હતા.
ત્યારે થોડે આગળ કોઠારીયા રોડ ફાયર સ્ટેશન થી આગળ આવેલ કનૈયા ડેરીએ દુધ લેવા ગાડી ધીમી પાડેલ ત્યારે પાછળથી ત્રણેક બાઈક ગાડીની પાસે આવેલ જેમાં એક એકસેસમાં રાજો જાડેજા, ચિરાગ ઉર્ફે બકાલી, અજાણ્યો ઇસમ તેમજ બીજા બાઈક પર ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો અને ત્રીજા બાઇકમાં પીયુષ સોલંકી, મનીયો મિસ્ત્રી અને છોટુ બેસેલ હતાં.
કાર ચાલક દિવ્યેશે ડ્રાઈવર સાઇડનો કાચ ખોલેલ ત્યારે રાજા જાડેજાએ કહેલ કે, તું ગાડી ઉભી રાખ અને રમેશને ઉતારી તું નીકળ તેની સાથે માથાકુટ કરવી છે તેમ કહેતા દિવ્યેશે ના પાડી ગાડી ધીમે ધીમે જવા દેતા રાજાએ કાચની બોટલ મારી ડ્રાયવર સાઇડનો કાચ ફોડી નાખેલ અને હાથ નાંખી ચાવી કાઢી લીધેલ હતી. બાદમાં કારના દરવાજા ખોલવાની કોશીષ કરેલ પરંતુ લોક હોય જેથી આરોપીઓએ નજીકમાં પડેલ પથ્થર લઈ ગાડી પર છુટા ઘા મારી ગાડીના કાચ ફોડી નાંખેલ હતાં.
ઉપરાંત આરોપીઓ ગાળો દેવા લાગેલ અને તેઓ ગાડીમાંથી નીચે ન ઉતરતા દિનેશે કાંચા, બકાલી અને રાજાએ છરી કાઢી દિનેશ કાંચાએ હુમલો કરી દિધો હતો. તેમજ દિવ્યેશને બકાલીએ છરીથી હાથમાં ઘા ઝીંક્યા હતાં. દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરીનો ઝીંકતા મારામારીના કારણે દેકારો થતો હોય જેથી રોડ પર માણસો ભેગા થવા લાગતા રાજાએ કહેલ કે, હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહી નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયેલ હતા. બાદમાં ફરિયાદી અને તેમના બે મિત્રોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.
વધુમાં બનાવ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે,આઠેક વર્ષ પહેલા રાજા જાડેજાએ પોલીસ કર્મચારી ભરત ગઢવીનું મર્ડર કરેલ તેમાં તેમનો નાનો ભાઇ જીગ્નેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોય જેણે રાજા વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપેલ હોય જેનો ખાર રાખી અગાઉ સમાધાન માટે ધમકીઓ આપતો હતો. જે સમાધાન માટે હોય અને મે તથા મારા ભાઈએ સમાધાનનીતેઓએ ના પાડેલ જેથી ખાર રાખી રાજા જાડેજા અને તેના માણસોએ મંડળી રચી હુમલો કર્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસની ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.