બે દિવસથી શહેરમાં ટ્રાફિક પોલીસની રાત્રી ડ્રાઈવ, વાહન ચાલકોને રૂ.2.76 લાખનો દંડ ફટકારાયો - At This Time

બે દિવસથી શહેરમાં ટ્રાફિક પોલીસની રાત્રી ડ્રાઈવ, વાહન ચાલકોને રૂ.2.76 લાખનો દંડ ફટકારાયો


છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની રાત્રી ડ્રાઈવ યોજાઈ રહી છે. જેમાં વાહન ચાલકોને રૂ.2.76 લાખનો દંડ ફટકરાયો હતો. રોજ રાત્રે 8થી 10 વાગ્યા સુધી વિવિધ પોઇન્ટ પર ચેકીંગ થાય છે. કુલ 526 ચાલકો દંડાયા હતા. નશો કરેલી હાલતમાં વાહન નથી ચલાવતા ને? તે જોવા 300 લોકોને બ્રેથ એનેલાઈઝરથી તપાસવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ છેલ્લા બે દિવસથી રોજ રાત્રે ખાસ ડ્રાઇવ ચલાવી રહી છે.
જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, ગુંદાવાડી પોલીસ ચોકી ચોક, કોટેચા ચોક, કોસમો ચોકડી, કિસાનપરા ચોક, ઘંટેશ્વર ટી પોસ્ટ વગેરે પોઇન્ટ પર વાહનો અને વાહનના ચાલકોને તપાસવામાં આવ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.