પોલારપુર ગામની પ્રતિભા સંપન્ન દીકરી ભારત પ્રતિભા એવોર્ડ થી સન્માનિત બંસી મહેશભાઈ જાનીનો “અનુપમ સન્માન સિદ્ધિ” સન્માન સમારોહ ભીમનાથ મહાદવ મંદિર ખાતે યોજાયો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પોલારપુર ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર મુકામે રહેતા પ્રાધ્યાપક મહેશભાઈ જાનીના દીકરી કુમારી બંસી મહેશભાઈ જાનીએ ભરતનાટ્યમ માં નેશનલ લેવલે સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ મેળવ્યો તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થાઈલેન્ડ, ફ્રાન્સ, દુબઈ અને મલેશિયા જેવા દેશોમાં જઈને ભરત નાટ્યચમાં બ્રોન્ઝ મડેલ મેળવવા બદલ તેઓને ભારત પ્રતિભા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા, સમગ્ર ભાલપંથકને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ, પુરસ્કાર મેળવી ગૌરવાન્વિત કરનાર આ દીકરીનો "અનુપમ સન્માન સિદ્ધિ" કાર્યક્રમ પોલારપુર ગામ સમસ્ત તેમજ સમગ્ર પંથકના આગેવાનો દ્વારા પાંડવકાલીન પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો, આ કાર્યક્રમ સંતો, મહંતો, અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો. સમારોહના અધ્યક્ષ ભીમનાથ મહાદેવ મંદિર મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર આશુતોષગીરીજી મહારાજ તેમજ મનોહર ભારતી બાપુ મુંગલપર મેલડી ધામની પુરક ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અલ્પાબા ચુડાસમા, જિલ્લા મંત્રી મનિષાબેન સહિત બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તેમજ ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વિવિધ વિભાગ અને પંથકના સામાજિક, રાજકીય આગેવાનો તેમજ સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો તેમજ પુરુષો મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમનું આયોજન પોલારપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ વાસુદેવસિંહ ચુડાસમા તેમજ ગામના શૈલેષભાઈ પંડયા અને નવિનભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું, પોલારપુર ગામ સમસ્ત દ્વારા બંસીબેનનું મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપી સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા, અને ન માત્ર ગામ કે પંથક રાજ્ય પરંતુ સમગ્ર દેશનું દેશ દુનિયામાં નામ રોશન કરનાર બંસીબેન જાની ને આગામી સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ઉપસ્થિત સૌ લોકોએ શુભકામનાઓ પાઠવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.