પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો શણગાર- હીરાજડિત મુગટ પહેરાવાયો એવં 108 કિલો અડદિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તા.15-12-2024ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે દાદાને અડદિયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો
આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. દાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર-હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ પૂનમ નિમિત્તે સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે જગતસ્વામી દ્વારા કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શનાર્થે ગુજરાત રાજ્યના (સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ) કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પધાર્યા હતા તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.