વાગરા: બ્રેક નહીં લાગતા ડમ્પર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત, સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ
કોલસો ભરેલ હાઈવા ડમ્પરને વાગરાની MMM પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની તો નોંધાઇ ન હતી. પરંતું ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડમાં ખસેડવા સાથે જરૂરી કાર્યવાહી આરંભી હતી.
બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી MMM પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં સ્કૂલ પાસેના સ્પીડબ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન લાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. 0D-16-L-7816 નંબરનો હાઈવા ડમ્પર દહેજથી કોલસો ભરીને વિલાયત સ્થિત ગ્રાસીમ કંપનીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વાગરાની શ્રીમતી MMM પટેલ હાઈસ્કૂલ નજીક સ્પીડબ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી. જેની પાછળ કોલસો ભરેલ આ હાઈવા ડમ્પરની કોઈક અગમ્ય કારણોસર બ્રેક નહીં લાગતા આગળ ચાલતા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડમ્પરના આગળના કેબિનના ભાગને વ્યાપક નુકશાન સર્જાયું હતું. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.