અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે વૃધ્ધ મહિલાની ઘાતકી હત્યા કરનાર ઇસમને પકડી પાડી ખુનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી પોલીસ
અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે વૃધ્ધ મહિલાની ઘાતકી હત્યા કરનાર ઇસમને પકડી પાડી ખુનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી પોલીસ
ગુનાની વિગતઃ
ગઇ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ ભાનુશંકરભાઈ ભીમજીભાઈ તરૈયા, ઉ.વ.૬૫, રહે.જસવંતગઢ, લીમડાવાળી શેરી, રાજગોર ફળીયુ, તા.જિ.અમરેલી વાળાના પત્ની પ્રભાબેન પોતાના રહેણાંક મકાને એકલા હોય તે દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ એકલતાનો લાભ લઈ, બપોરના સમયે ગુનાહિત અપપ્રવેશ કરી, પ્રભાબેનને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી, પ્રભાબેનનું મોત નિપજાવી ગુનો કરેલ હોય, જે અંગે ભાનુશંકરભાઇએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ જાહેર અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૫૦૯/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૧૦૩(૧), ૩૩૨(એ) મુજબનો ખુનનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ ઉપરોક્ત ખુનનો ગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હાની વિગતોનો ઉડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાને ડીટેક્ટ કરવા એલ.સી.બી./એસ.ઓ.જી. તથા પો.સ્ટે. ના સર્વેલન્સના માણસો સાથે અલગ અલગ ૧૪ ટીમો બનાવી, જીણવટ ભરી રીતે તપાસ કરી અજાણ્યા આરોપીને પકડી પાડવા અને અનડીટેક ખુનનો ગભીર ગુનો ડીટેકટ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે અમરેલી જિલ્લાની અલગ અલગ ટીમોએ બનાવ વાળી જગ્યા તથા તેની આજુ બાજુમાં આવેલ કુલ ૨૦૦ થી વધુ સી.સી.ટી.વી. ફુટેજો તપાસવામાં આવેલ. આ બનાવ ૧૨/૩૦ આસપાસ બનેલ હોવાનું ધ્યાનમાં આવેલ. જે બનાવના સમયગાળામાં સી.સી.ટી.વી. ફુટેજોમાં મોટર સાયકલ સાથે એક પ્રાઇમ સસ્પેકટ મળી આવેલ. આ સસ્પેકટ ઇસમની શોધખોળ શરૂ કરવામાં આવી. જે શોધખોળમાં જે મોટર સાયકલ દેખાઇ આવેલ તે મોટર સાયકલના વર્ણનની વિગતોનો અભ્યાસ કરતા, મોટર સાયકલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો. ૨૦૧૪ મોડલનું હોવાનું જણાય આવેલ. જે મોટર સાયકલ તથા પ્રાઇમ સસ્પેકટ ઇસમની બેક ટ્રેકીંગ કરતા, સસ્પેકટ ઇસમ જે રોડ/રસ્તાનો ઉપયોગ કરેલ હોય તે રોડ/રસ્તા ઉપર મરણ જનારના સગા સબંધીઓની તપાસ કરતા મજકુર સસ્પેકટ ઇસમને શોધી કાઢી, સઘન પુછ પરછ કરતા પોતે આ ગુનાની કબુલાત આપતા ગંભિર ખુનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ*-
નયનભાઇ તુલજાશંકર જોષી, ઉ.વ.૩૪, રહે.બાવાના જાબુંડા, તા.વિસાવદર, જિ.જુનાગઢ. મુળ રહે.પાણીધરા, તા.માળીયા (હાટીના), જિ.જુનાગઢ.
તપાસ દરમિયાન ખુલવા પામેલ હકિકતઃ
પકડાયેલ આરોપી મરણ જનારનો જમાઇ થતો હોય, પતિ - પત્ની વચ્ચે અવાર નવાર ઘર કંકાસ થતો હોય, જેના કારણે પોતાની પત્ની અવાર નવાર રીસામણે જતી રહેતી હતી. પોતાના સાસુ પોતાની પત્નીને ચડામણી કરતા હોવાથી આ કંકાસ થતો હોવાનું આરોપી માનતો હોય, જેના કારણે પોતાના સાસુને મારી નાખવાના ઇરાદે આયોજન પુર્વક ગઈ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના ગામ બાવાના જાબુંડા ગામેથી પોતાની પત્નીને વાડીએ જવાનું કહી, તીષ્ણ હથિયાર ધારીયુ લઈ મોટર સાયકલ લઇ જસવંતગઢ ગામે આવવા નિકળેલ અને રસ્તામાં પોતાનું મોઢુ દેખાય નહી તે રીતે ચહેરા ઉપર રૂમાલ બાંધી માથા ઉપર ટોપી પહેરી તેમજ મોટર સાયકલના નંબરમાં છેડછાડ કરી જસવંતગઢ ગામે આવેલ અને પોતાના સાસુ ઘરે એકલા હોય તે સમયે ધારીયા વડે મરણ જનાર પ્રભાબેનને આડેધડ ઘાતકી રીતે મરણતોલ ઘા મારી મોત નિપજાવી મોટર સાયકલ લઇ જતો રહેલ હોવાનું જણાવેલ છે.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી ડીવી.ના પો.અધિ.ચિરાગ દેસાઈ તથા અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.એ.એમ.પટેલ તથા એસ.ઓ.જી.અમરેલી પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા અમરેલી રૂરલ પો.સ્ટે. પો.ઇન્સ.કે.બી.જાડેજા તથા મહિલા પો.સ્ટે.પો.ઇન્સ.જે.આર. સરવૈયા તથા જાફરાબાદ ટાઉન પો.ઇન્સ.શ્રી જે.આર.ભાચકન તથા લીલીયા પો.સ્ટે.પો.ઇન્સ.આઈ.જે. ગીડા તથા ચલાલા પો.સ્ટે.પો.ઇન્સ. એ.ડી.ચાવડા તથાઅમરેલી એલ.સી.બી.પો.સ.ઈ.સુ. કે.એમ.પરમાર તથા અમરેલી એલ.સી.બી.પો.સ.ઈ.એસ.આર. ગોહિલ તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ.એમ.બી.ગોહિલ તથા રાજુલા પો.સ્ટે.પો.સ.ઈ.કે.ડી. હડીયા તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.પો.સ.ઈ.બી.પી.પરમાર તથા વંડા પો.સ્ટે પો.સ.ઇ.પી.ડી.ગોહિલ તથા ખાંભા પો.સ્ટે.પો.સ.ઈ.આર. જી.ચૌહાણ તથા એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી.ટીમો તથા સર્વેલન્સ ટીમો દ્વારા કરવામાં આવેલ છે.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.