દારૂના 7 દરોડા, 462 બોટલ સાથે એક મહિલા સહિત આઠ શખ્સો ઝડપાયા - At This Time

દારૂના 7 દરોડા, 462 બોટલ સાથે એક મહિલા સહિત આઠ શખ્સો ઝડપાયા


શહેર પોલીસે બુટલેગરો પર ઘોંસ યથાવત રાખતા દારૂના 7 દરોડામાં 462 બોટલ સાથે એક મહીલા સહીત આઠ શખ્સોને દબોચી રૂ।.6.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એન.આર ગોંડલીયા અને એન.એલ ડામોરની રાહબરીમાં સીએમઆઈ એ.એન.પરમાર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતો ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હરસુખ સિબાડને મળેલ ચોકકસ બાતમીના આધારે જયપાલસિંહ મહીપતસિંહ ઝાલા (ઉ.વ.36) (રહે.મારૂતિનંદન શેરી નં.6, મવડી મેઈન રોડ)ને દબોચી સ્કોચ વ્હીસ્કીની 48 બોટલ અને ચાર સહીત રૂ।.2.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં પીસીબી આઈ એન.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચુનારાવાડ શેરી નં.3માં જાહેરમાંથી મીનાબેન વિજય રાઠોડ (ઉ.વ.32)ને દારૂની 26 બોટલ રૂ।600ના મુદ્દામાલ સાથે તેમજ બોલબાલા 80 ફુટ રોડ વિરાળી આધાર બાલાજી ફ્રીજ પાછળથી ફારૂક મજીદ સોજી (ઉ.વ.29), રહે.વિનોદ નગર આવાસ યોજના કવાર્ટર) અને જગદિશ દલ પરમારને 192 બોટલ દારૂ રૂ।9200નો મુદ્દામાલ સાથે દબોચ્યો હતો.
જવાને કોઠારીયા ગામ પાસેથી ભીમા મેરામીર (ઉ.વ.41) (રહે.કોઠારીયા સોલ્વન્ટ) કાર સાથે નિકળતાં તેને અટકાવિ કારમાંથી દારૂની 82 બોટલ કબ્જે કરી કુલ રૂ।.3.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શબ્બીરખાન મલેક અને બિ.વિ.જાડેજાએ બાતમીના આધારે ગાંધીનગર શેરી નં.3માંથી દારૂની 104 બોટલ સાથે અમીત અરવિંદ રાણા (ઉ.વ.44)તે દબોચી રૂ।.14560નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે એલસીબી ઝોન-2ના કોન્સ્ટેબલ ધર્મેરાજસિંહ ઝાલાએ વિદેશીદારૂ ઓલ્ડ મંકરમ સી 4 બોટલ સાથે કમલેશ ભીમજી ચુડાસમાને જાગનાથ પ્લોટમાંથી પકડયો હતો.થોરાળા પોલીસે દારૂની 2 બોટલ સાથે ચિરાગ પ્રવિણ મકવાણાને વિજયનગર શેરી નં.4 મેઈન રોડ પરથી પકડી લિધો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.