પ્રાકૃતિક ખેતી કરતા શ્રી રેખાબેન વિરાણી બોટાદના સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં આયોજિત સરસ મેળામાં પોતાની વિવિધ સામગ્રીઓ લઈને પધાર્યા - At This Time

પ્રાકૃતિક ખેતી કરતા શ્રી રેખાબેન વિરાણી બોટાદના સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં આયોજિત સરસ મેળામાં પોતાની વિવિધ સામગ્રીઓ લઈને પધાર્યા


પ્રાકૃતિક કૃષિ એટલે ખેડૂતોનું તો કલ્યાણ જ, સાથોસાથ માનવ જીવન અને કુદરતનું પણ રક્ષણ...” આ વિચાર સાથે છેલ્લા છ વર્ષથી ગાય આધારિત ખેતી કરતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળીયાણા ગામે રહેતા અને પ્રાકૃતિક ખેતી કરતા રેખાબેન વિરાણી પણ બોટાદના સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આયોજિત સરસ મેળામાં પોતાની વિવિધ સામગ્રીઓ લઈને પધાર્યા છે રેખાબેન વિરાણી પોતાનો અનુભવ ભણાવતા જણાવે છે કે, “હું અહીં અમારા દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેતપેદાશોને લઈને વેચાણ અર્થે આવી છું. અમે છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ શ્રીકૃષ્ણ સ્વ સહાય જૂથ નામે અમારું સખી મંડળ ચાલી રહ્યું છે. અમે પ્રાકૃતિક ઢબે મરચું, હળદર, જુવાર, ચણા, મગ સહિતનું ઉત્પાદન કરી રહ્યા છીએ. સરકારશ્રી દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના થકી અમને અમારી વસ્તુ વેંચવા માટે સીધુ માધ્યમ મળી રહે છે. હું તમામ મહિલાઓને કહેવામાં માંગુ છું કે આપણાં માટે આપણી સરકાર ઘણું કરી રહી છે. આપણાં માટે અનેક યોજનાઓ અમલી છે ત્યારે આપણે પણ સશક્ત બનવું જોઈએ તે માટે જ અનેક મદદ પૂરી પાડવામાં આવે છે. સુંદર આયોજન બદલ હું સરકારનો આભાર માનું છું રાજ્યની મહિલાઓ સામજિક,આર્થિક,માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકારા દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.