બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાશે
પ્રશ્નો માટેની અરજી તા. ૧૦/૧૨/૨૦૨૪ સુધી કરી શકાશે
બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદના અધ્યક્ષસ્થાને આગામી તારીખ ૨૪/૧૨/૨૦૨૪ મંગળવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાનાર છે.
બરવાળા તાલુકાના આ તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ ( “ સ્વાગત “ ) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો અત્રે રજુ કરી શકાય છે સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સીવાય સવારના ૧૧-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.