બરવાળા તાલુકા કલામહાકુંભ 2024/25 સંસ્કારભારતી વિદ્યામંદિર બરવાળા ખાતે યોજશે - At This Time

બરવાળા તાલુકા કલામહાકુંભ 2024/25 સંસ્કારભારતી વિદ્યામંદિર બરવાળા ખાતે યોજશે


ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનરની કચેરી ગાંધીનગર તથા બોટાદ જિલ્લા યુવા અને સાંસકૃતિક પ્રવૃત્તિ ની ઓફિસ બોટાદ દ્રારા પ્રતિવર્ષ યોજાતો બરવાળા તાલુકાનો કલામહાકુંભ આગમી દિવસોમાં સંસ્કારભારતી વિદ્યામંદિર બરવાળા ખાતે યોજાશે, ભાગ લેવા માંગતી તમામ સંસ્થાઓ/કલાકારો ને જણાવવાનું કે કલામહાકુંભમાં તાલુકા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ સુગમ સંગીત, લોકગીત, ભજન, સમૂહગીત, લગ્નગીત, ઍક પાત્રિય અભિનય, નિબંધ, ચિત્રકલા, હાર્મોનિયમ, તબલા, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ વગેરે 14 કેટલી સ્પર્ધાઓમાં અલગ અલગ વય જૂથ (6 થી 14, 15 થી 20, 21 થી 59 ) પ્રમાણે જરુરી ડોક્યુમેન્ટસ સાથે પોતાના એન્ટ્રી ફોર્મ ભરીને દિવસ 7 માં સંસ્કારભારતી વિદ્યામંદિર ખાતે જમા કરાવવાના રહેશે નોંધ:સીધી જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓના ફોર્મ પણ 7 દીવસમાં ભરીને સંસ્કારભારતી ખાતે જમાં કરાવવાના રહેશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.