રાજકોટ બાર એસો.એ નિર્ણય બદલવો પડ્યો; હવે કહ્યું- પાદરિયાના વકીલ તરીકે કોઈપણ રહી શકશે
બાર એસોસિએશનની તાકીદની બેઠક બોલાવી અગાઉનો ઠરાવ રદ કરાયો.
રાજકોટ બાર એસોસિએશનના સત્તાધીશોએ પાટીદાર સમાજના આગેવાન અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને પી.આઇ. સંજય પાદરિયા વચ્ચેની માથાકૂટમાં ‘પાદરિયાના વકીલ કોઇએ રહેવું નહી’ તેવા ઉતાવળમાં કરેલો ઠરાવ રદ કરવો પડ્યો છે. શહેરના 100થી વધુ વકીલોએ જયંતી સરધારા વકીલાત કરતાં ન હોવાના અને ઉદ્યોગપતિ હોવાના પુરાવા આપતા અંતે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ સોમવારે બપોરે 1:30 કલાકે તાકીદની કારોબારી સમિતિની બેઠક બોલાવી અગાઉ કરેલો ઠરાવ રદ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં ઠરાવ રદ કરવો પડ્યો હોય તેવી 10 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ઘટના હોવાનું રાજાણીએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.