તારી બહેનના નંબર આપ કહી યુવકને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી - At This Time

તારી બહેનના નંબર આપ કહી યુવકને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી


જાગનાથ વિસ્તારમાં તારી બેહેનના નંબર આપ કહી યુવકને બે શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે ન્યુ રેલનગરમાં શ્રી નાથજી પાર્ક 3 માં રહેતાં અનિકેતભાઇ દિનેશભાઈ મકવાણા (ઉ.વ.23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ છગન સોલંકી (રહે.ધોળકિયા સ્કૂલ વાળી શેરી, મોરબી રોડ) અને શની રામજી ખચીયા (રહે. નિલકંઠ સિનેમાની પાછળ, કોઠારીયા રોડ) નું નામ આપતા એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ન્યુ જાગનાથ, હીરાપન્ના કોમ્પ્લેક્ષની પાછળ માટેલીયા સ્ટોક બ્રોકરની ઓફિસમાં અને દસેક વર્ષ પહેલા તેઓ રાજકોટમાં ઘડિયાળના કારખાનામાં કામ કરતો ત્યારે સાથે કામ કરતા મહિલાને કારખાનામા કામે આવતા મહેશ સોલંકી સાથે પ્રેમ સબંધ થયેલ હતો. બાદમાં મહિલાના લગ્ન અન્ય યુવક સાથે થયેલ અને તે નવેક વર્ષ પહેલા ગુજરી ગયેલ છે.
તે મહિલા ફરીયાદી યુવાનને રાખડી બાંધતા હોય જેથી તેમને બહેન માનેલ છે. માનેલા બહેનને સંતાનમાં એક દિકરી છે. છેલ્લા બે વર્ષથી તે રૈયાચોકડી પાસે ભાડાના મકાનમાં રહે છે.
ગઈકાલે સાંજના સવા પાંચેક વાગ્યાની આસપાસ તે ઓફીસની નીચે શેરીમાં ફાકી ખાવા માટે ગયેલ અને પરત આવતો હતો ત્યારે ઓફીસ નીચે પહોંચેલ ત્યારે મહેશ સોલંકી એક્સેસ સ્કુટરમાં ઘસી આવેલ અને કહેલ કે, તારી બેહેનના નંબર મને આપ જેથી તેમને તેના નંબર મારી પાસે નથી કહેતાં આરોપીએ કહેલ કે, કાંઈ વાંધો નહી સાંજના આઠ વાગ્યા સુધીમા હુ તને જોય લઇશ, તને મુકીશ નહી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી જતો રહેલ હતો. તેમની પાસે બહેનના નંબર ન હોય જેથી તેમના નાના બહેનને ફોન કરી મહેશ ગાળો તથા ધમકી આપી જતો રહેલ છે જે બાબતની વાત કરેલ હતી.
તેમજ તેઓને પોલીસ મોકલવામાં માટેનું કહ્યું હતું. જે બાદ ન્યુ જાગનાથ, હીરાપન્ના કોમ્પ્લેક્ષની પાછળ માટેલીયા સ્ટોક બ્રોકરની ઓફીસ પાસે તે તેમના બહેન સાથે વાતચીત કરતા હતા ત્યારે મહેશ સોંલકી તથા તેમને માનેલી બહેનનો સગો ભાઈ ભાઇ શની ખસીયા ઘસી આવેલ અને મહેશએ ફરિયાદીએ માનેલ બહેનને કહેલ કે, તું આ અનીકેત પાસે કઈ રીતે પહોંચી ગઇ તેમ કહી ગાળો દઈ ફડાકા મારવા લાગેલ હતો.
જેથી મહિલાના ભાઈ શનીએ મહેશને પકડી લીધેલ અને તેમને કહેલ કે, તું મારી બહેન રેખાબેન તથા મહેશની વચ્ચે કેમ આવે છે અને તું વચ્ચેથી ખસી જા તેમ કહી ગાળો દઇ નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.