ઓહો માછલીની ઊલટીની કિંમત 12 કરોડ! મહુવામાંથી વ્હેલ માછલીની ઊલટીનો 12 કિલો પદાર્થ જપ્ત; બે આરોપીની ધરપકડ, જાણો માછલીની ઊલટીની વિશેષતા
સામાન્ય રીતે કોઇ ઊલટી કરે તો કોઇને પણ ચીતરી ચડે. મોઢું બગાડે. એ જગ્યાએથી દૂર જતા રહે, પરંતુ દરિયાની એક માછલી એવી છે જેની ઊલટી કોઇને પણ માલામાલ કરી દે અને તે માછલી એટલે એમ્બરગ્રીસ, જેની ઊલટીથી લોકો લાખો રૂપિયા કમાય છે. ભાવનગરના મહુવામાં આ જ માછલીની ઊલટી સાથે બે આરોપી ઝડપાયા છે.
મહુવા ASP અંશુલ જૈન અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે રેડ કરતાં શહેરમાંથી પ્રતિબંધિત કિંમતી વ્હેલ માછલીની ઊલટીનો 12 કિલોનો મસમોટો જથ્થો કે જેની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા થાય છે, જેને પકડી પાડવામાં આવ્યો હતો.
મહુવા નજીકના પીંગલેશ્વરના દરિયા કિનારેથી મળ્યો જથ્થો
મહુવા શહેરના ગાયત્રી મંદિરની સામે આવેલા ભવાનીનગર પાસે આવેલા 'શ્રી ચામડા ડાયવર્કસ' નામના કારખાનામાંથી આ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ASP અંશુલ જૈનની ટીમે અને ફોરેસ્ટ વિભાગ તેમજ એફ એસ એલ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની વધુ જાકણકારી માટે પોલીસ તેમજ વન વિભાગ ટીમ દ્વારા સઘન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓને આ જથ્થો મહુવા નજીકના પીંગલેશ્વરના દરિયા કિનારેથી મળી આવ્યો હતો.
વ્હેલ (એમ્બરગ્રીસ) માછલીની ઊલટીનો 12 કિલો પદાર્થ
જપ્ત
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 12 કિલો જેટલો વ્હેલ માછલીની ઊલટીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની માર્કેટમાં અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા જેવી થાય છે. ઉલ્લેખનીય છે કે, આ રેડ દરમિયાન જયદિપભાઇ મગનભાઇ શિયાળ (ઉં.વ. 22) અને રામજીભાઇ રાહાભાઇ શિયાળ (ઉં.વ-56)ની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપી હીરાના કારખાનામાં હીરા ઘસવાની ડાઇ બનાવવાનું કામ કરતા હતા
આ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ તરીકે જાહેર આપને કહી દઇએ કે બેશકિંમતી આ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી હતી. આ માછલી જેની જાળમાં આવે છે, તે માછીમાર માલામાલ બની જાય છે. ગુજરાતના દરિયો આવી માછલીના ખજાનાથી ભરેલો છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે. રૂપિયા 5 હજાર કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17 ટકા જેટલું યોગદાન છે. છેલ્લા 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે
માછલીની ઊલટી આટલી કિંમતી કેમ?
હવે એ પણ સમજી લઈએ આખરે આ માછલીની ઊલટી આટલી કિંમતી કેમ છે કેમ? તો માછલીની આ ઊલટીનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઈટમ્સ બનાવવામાં થતો હોય છે. આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્વો તેમાં હોય છે. ખાસ કરીને દવા બનાવવામાં અને કોસ્મેટિક બનાવવામાં ઉપયોગ થતો હોવાથી તેની કિંમત વધી જાય છે. આ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત ઉંમર વધવાની સાથે શરીરમાં થતાં ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે. એટલે કે, બ્રેઈન સેલ્સને ડેવલપ કરે છે. તેની પાંખોમાંથી શરીરના આંતરીક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે. આ માછલી 1 મીટરની સરેરાશ લંબાઈ ધરાવે છે અને આઠ વર્ષ જેટલું જીવે છે
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.