જંબુસરના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા એક કરોડ 13,82,790 રૂપિયાના 354 સાધન સહાય વિતરણ કરાઈ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાં માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે.ખેડૂતને આત્મનિર્ભર કરવાં માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે.જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિવિભાગ દ્વારા આજ રોજ જંબુસર યુનિયન જીન પટાંગણમાં કમલેશભાઈ પટેલ, પ્રણવભાઇ પટેલ સહિત તાલુકા પંચાયત ખેતીવાડી શાખા અધિકારી ઓની ઉપસ્થિતિમાંખેડૂતોને કલ્ટીવેટર, રોટરી, તેમજ પ્લાઉ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા.જેમાં સરકારે ખેડૂતોને એક કરોડ 13,82,790 રૂપિયાના સાધન વિતરણ કમલેશભાઈ પટેલ,પ્રણવભાઇ પટેલના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા.આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ, ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.