લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા
લાઠી તાલુકા ના મતિરાળા ગામ માં જોડિયા જન્મેલા અને ખૂબ જ ઓછું, માત્ર એક કિલો વજન ધરાવતી નવજાત બાળકી ને જન્મજાત હૃદયરોગ હોવાનું નિદાન થયું હતું. પ્રાઈવેટ હોસ્પિટલ માં આ રોગ ની સારવાર અને ઓપરેશન માટે અંદાજીત ચાર થી પાંચ લાખ નો ખર્ચ થાય તેમ હતો. લાઠી તાલુકા ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમાર ને જાણ થતાં તેઓએ સંદર્ભ કાર્ડ ભરી આપી તાત્કાલિક ધોરણે અમદાવાદ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ઇમરજન્સી માં કાર્ડિયાક સર્જનો ની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિ થી તેના હૃદય નું જટિલ ઓપરેશન કરી તેને હૃદયરોગ થી ભયમુક્ત જાહેર કરી હતી. હાલ માં તેની સ્થિતિ સંપૂર્ણ નોર્મલ અને વજન પણ નિયત માપદંડ મુજબ છે. સારવાર અંગે લાભાર્થી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ નવજાત બાળકી ની સારવાર અને મોટા ખર્ચ વિશે ખૂબ ચિંતિત હતા. પરંતુ સરકાર શ્રી ના આયુષ્માન ભારત અને શાળા આરોગ્ય તથા રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમના બાળક ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓએ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી, ડો. એ કે સિંગ, ડો. આર કે જાટ, ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. મિત્તલ શેલિયા, ડો. સાગર પરવડીયા, એમ કે બગડા, બી કે શનિશ્વરા, તૃપ્તિ બોરીચા અને આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.