સ્વ રણછોડભાઈ વાવડીયા ની સ્મૃતિ માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
સ્વ રણછોડભાઈ વાવડીયા ની સ્મૃતિ માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સ્વ રણછોડભાઈ પરશોતમભાઈ વાવડીયા ના પુત્ર રત્ન પૂર્વ નગર પતિ ભીમજીભાઈ વાવડીયા પરિવાર દ્વારા સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો પૂર્વ નગરપતિ વસંતબેન ભીમજીભાઈ વાવડીયા વિનુભાઈ રણછોડભાઈ વાવડીયા રમેશભાઈ રણછોડભાઈ વાવડીયા સહિત વાવડીયા પરિવાર ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ ના દર્દી નારાયણો ને આંખ ને લગતા દર્દ ની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ કરી આપતા આ નેત્ર યજ્ઞ માં દર્દી નારાયણો ને રાજકોટ લઈ જવા આવવા રહેવા જમવા દવા ચશ્માં ટીપાં સહિત વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન કરી આપનાર છે ગુજરાત સરકાર ના હોમિયોપેથીક દવાખાના વિભાગ ના અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના તરફ થી ડો મનીષ જેઠવા એ સેવા આપી હતી સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા જયુભાઈ જોશી રવજીભાઈ માલવીયા મોહનભાઈ સિદ્ધપરા કાનભાઈ સિદ્ધપરા ભરતભાઇ ભટ્ટ ધીરૂભાઇ રાજપૂત નારસિંગભાઈ તાજપર ચૌહાણ સાહેબ બી એલ ચાવડા કિશોરભાઈ વાજા દિલીપભાઈ પરમાર મેરાઈ રામભાઈ પરમાર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના રમેશભાઈ જોશી વ્યાસભાઈ સહિત અસંખ્ય સ્વંયમ સેવકો એ આ સેવા યજ્ઞ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.