વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો


મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ૨૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે વાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે, દરેક માં-બાપને તેમના બાળકો પ્રત્યે અપેક્ષા હોય છે કે તેમના બાળકો ભણી ગણી આગળ વધી દેશનું અને ગામનું નામ રોશન કરે બાળકો શિક્ષણ મેળવી પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાનો સમય છે ત્યારે બાળકોએ ગેરમાર્ગે ન જાય તે ખૂબ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં આજુ બાજુ કોઈ બાળ લગ્ન થતાં હોય તો તે તરફ જિલ્લા વહીવટી તત્રનું ધ્યાન દોરવું. માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશ પંચાલે ઉપસ્થિત બાળકોને કાયદાયો વિશે માહિતગાર કર્યા હતા. ઉપસ્થિતિ મહાનુભાવોએ બાળ લગ્ન મુક્ત ભારત અંગેના શપથ લીધા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.