સ્વ : શ્રીમતી ફેનીબેન દેસાઈ અંકુર સ્કૂલમાં અયોધ્યાથી ધર્મ સમ્રાટ મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજ સાથે સંતોની પધરામણી કાર્યક્રમ. - At This Time

સ્વ : શ્રીમતી ફેનીબેન દેસાઈ અંકુર સ્કૂલમાં અયોધ્યાથી ધર્મ સમ્રાટ મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજ સાથે સંતોની પધરામણી કાર્યક્રમ.


તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કર્ણાવતી મહાનગર ના પાલડી વિસ્તારમાં આવેલ સ્વ : શ્રીમતી ફેનીબેન દેસાઈ માર્ગ ઉપર સ્થિત સ્વ : ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન,રાષ્ટ્રીય નિર્માણ સેના,અંકુર સ્કૂલ ખાતે હનુમાનઘડી, અયોધ્યા થી ધર્મ સમ્રાટ મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજ સહિત સાથી અનેક સંતો મહંતોની પધરામણી ના ધાર્મિક કાર્યક્રમ નું સુંદર આયોજન અંકુર સ્કૂલના ફાઇન્ડર સ્વ : ફ્રેનીબેન દેસાઈ ના આશીર્વાદથી કરવામાં આવ્યું હતું,

સ્વ : ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન હસ્તક અંકુર સ્કૂલ તરફથી આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ શાળામાં શિક્ષણ મેળવતા બાળકો ને પ્રોત્સાહિત કરવાનો, વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓ નું મનોબળ મજબૂત કરવાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ પોતાના જીવન માં,સમાજમાં ભણતર અને ધાર્મિક પ્રવૃત્તિઓ નું મહત્વ સમજાવવા નો હતો,

સ્વ : ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ની અંકુર સ્કૂલના આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યો હતો અને કુ. જાગૃતિ રાજપૂત દ્વારા પ્રાર્થનાગીત રજૂ કરવામાં આવેલ,

વિશેષ ,આમંત્રિત હનુમાનઘડી અયોધ્યા થી ધર્મ સમ્રાટ મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજ સાથે સંતો મહંતો અને આમંત્રિત મહાનુભાવો ની ઉપસ્થિતિમાં શાળામાં ભણતા મૂકબધિર ભૂલકાઓ દ્વારા નૃત્ય સાથે ગણેશ વંદનાથી કાર્યક્રમ નો શુભારંભ કરાવ્યો હતો,

સ્વ : ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ની અંકુર સ્કૂલના આ કાર્યક્રમમાં સંતો મહંતો અને મહાનુભાવો ની ઉપસ્થિતિમાં મહિલા કબડ્ડી ટીમ, કરાટે શીખતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વાસણા વિસ્તારમાં અખાડા ના કરતબબાજ યુવકો, તલવારબાજી કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ના સાહસિક અભિનય પ્રદર્શિત કર્યો હતો અને સૌ કોઈ આમંત્રિત મહાનુભાવો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને શાળા ના સૌ શિક્ષકો, આચાર્ય, કોચ તેમજ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ના સાહસિક અભિનય ને જોતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને સંકટમોચન સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ. પૂ શ્રી સંજયદાસજી મહારાજ ના વરદ હસ્તે સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા,

આશરે ૬૦ વર્ષ પહેલાં સ્વ : ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ની અંકુર સ્કૂલ ની સ્થાપના કેટલી સવિશેષ અને યાદગાર કઈ રીતે બની રહી એ વિષે પણ આપ સૌ જાણવા ઉત્ત્સુખ રહી હશે

કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ :-

શ્રી હનુમાન ગઢી અયોધ્યાથી સંકટ મોચન સેનાના અનંત શ્રી વિભૂષિત વૈષ્ણવ કૂલભૂષણ ધર્મસમ્રાટ શ્રી મહંત જ્ઞાનદાસજી મહારાજ,

પૂજ્ય શ્રી સંજય દાસજી મહારાજ ( રાષ્ટ્રીય અધ્યક્ષ સંકટમોચન સેના તથા ઉત્તરાધિકારી )

ચૈતન્ય શંભુ મહારાજ, ( ગૌ ભક્ત )

મા.અમિતભાઈ ઠાકર, ( BJP વેજલપુર ધારાસભ્ય )

ઘનશ્યામ ગઢવી, ( B.J.P પ્રવક્તા )

વિરાજ દેસાઈ, ( અધ્યક્ષ રાષ્ટ્રીય નિર્માણ સેના )

ગાર્ગીબેન દેસાઈ, ( ફેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટી )

આમંત્રણને માન આપતા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમનો પરિવાર, અધિકારીઓ, તમામ પત્રકારો અને તમામ સનાતની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અંકુર સ્કૂલ ના ડો.અપર્ણા પંચોલી ( ફેનીબેન દેસાઈ ફાઉન્ડેશન મેનેજીંગ ટ્રસ્ટી ) આભાર વ્યક્ત કર્યો હતો.

Report by Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.