રાજુલા ના આ પરિવારે લગ્ન પ્રસંગ નિમિતે કરી કઈક અનોખી ઉજવણી - At This Time

રાજુલા ના આ પરિવારે લગ્ન પ્રસંગ નિમિતે કરી કઈક અનોખી ઉજવણી


રાજુલા ના આ પરિવારે લગ્ન પ્રસંગ નિમિતે કરી કઈક અનોખી ઉજવણી

કોઈ પણ પરિવાર માં જ્યારે ખુશી નો પ્રસંગ આવ્યો હોય ત્યારે તેની ખુશી સાથે તે પ્રસંગ ઉજવવા માટે સમગ્ર પરિવાર ની કઈક અનોખી ખુશી હોય છે ત્યારે
રાજુલા શહેર માં રહેતા અને અલીભાઈ દવા વાળા તરીકે ઓળખાતો આ પરિવાર છેલ્લા રાજુલા શહેરમાં 1951 થી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા એટલે કે સતત 73 વર્ષથી આ પેઢી આ દવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે તેમના પરિવારમાં બનેલા ડોક્ટર ઇબ્રાહીમભાઇ લક્ષ્મીધરના લગ્ન હોય જે અવસરે આ પરિવાર દ્વારા એક અનોખું સરાનિય કાર્ય કરવામાં આવ્યું રાજુલા સરકારી હોસ્પિટલ માં
એક ડિજિટલ કાર્ડિયોગ્રામ મશીન બે વીલ ચેર તેમજ બે ફોલ્ડિંગ ટ્રેચર દર્દીઓની સારવાર અને સગવડતા માટે અર્પણ કરવામાં આવ્યા ત્યારે આ પ્રસંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તેમજ રાજુલા સંઘવી હાઈસ્કૂલના ટ્રસ્ટી તેમજ સેવાભાવી આગેવાન બીપીનભાઈ લહેરી તેમજ રાજુલા શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલ વોરા તેમજ રાજુલા શહેરના વિવિધ અગ્રણીઓ આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો વેપારી ઓ હાજર રહેલ સાથે રાજુલા શહેરમાં ચાલતું
શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતું નિશુલ્ક ડાયાલિસિસ સેન્ટર અને ઓપીડીમાં ડિજિટલ બીપી ઈન્સ્ટ્રુમેન્ટ નંગ 2 તેમજ બે સ્ટેટસકોપ અર્પણ કરવામાં આવ્યા આ શુભ પ્રસંગે રાજુલા ન્યુ મેડિકલ સ્ટોર (અલીભાઈ ઇબ્રાહમજી દવા વાળા સમગ્ર પરિવાર વતી ઇનાયત ભાઈ લક્ષ્મીધર અને અશગરી લક્ષ્મીધર દ્વારા દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.