**ઝાલોદ ન.પાલિકા ચૂંટણી સંદર્ભે ભાજપ એક્ટિવ//પ્રાંત-મામલતદારશ્રીની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ **
ઝાલોદ પાલિકાની ચૂંટણીનો વોર્ડ સીમાંકન અને અનામત અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવતા રાજકીય ગતિ વિધિ તેજ બની હતી. ઝાલોદ ભાજપ શહેર અને તાલુકાના હોદેદારો એક્ટિવ મોડમાં આવી ગયા છે. શહેરમાં ભાજપ દ્વારા એમપીએસી અને પાલિકામાં બેઠકો રાખી હતી અને રાત્રી સભા પણ યોજી હતી.જેમાં બુથ સમિતિ અંગેની કામગીરી શરુ કરી દેવાઈ છે. પાલિકાના 7 વોર્ડમાં આવતા બુથ પ્રમાણે કામગીરી સોંપવા માટે ભાજપા
દ્વારા આદેશ કરાયો હોવાનું જાણવા મળેલ છે. જેના પગલે શહેરના હોદેદ્દારો બેઠકો અને જમીન સ્તરે કામગીરી કરવા માટે કામ લાગેલા જોવા મળ્યા હતા. ભાજપ દ્વારા પાલિકાની ચૂંટણી લક્ષી કામો શરુ કરવામાં આવ્યા છે. જયારે બીજી તરફ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીઓ નિષ્ક્રિય ભૂમિકામાં જોવા મળી હતી. પાલિકાના દાવેદારોમાં પણ ચૂંટણીનો સળવળાટ શરુ થઈ ગયો છે. સરકાર દ્વારા પાલિકાની ચૂંટણી માટે સરકાર દ્વારા પ્રાંત અને મામલતદારને ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરી હોવાનો પત્ર જાહેર કર્યો છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.