તંત્ર નિદ્રાંધિન: લોયંગા ગામનો રોડ ત્રણ મહિનામાં જ ખાડા ખડીયાવાળો થઈ ગયો : લોલમલોલની ફરિયાદ
કામ બરોબર ન લાગતા સરપંચે નાયબ કાર્યપાલકને રજૂઆત પણ કરી હતી
મહુવા તાલુકાના લોંયંગા ગામથી નેશનલ હાઈવે મીના હોટલ સુધીનો બાયપાસ ડામર રોડ ત્રણ મહિના પહેલા બનાવવામાં આવ્યો છે ત્યારે આ રોડ ત્રણ મહિનામાં જ ખાડા ખડીયાવાળો થઈ ગયો છે. રોડ બનાવવાના કામમાં લોલમલોલની ફરિયાદ ઉઠી છે. ડામર રોડ અનેક જગ્યાએ બેસી ગયો છે. આ રસ્તો ગુંદરણા પંથકના 10 થી વધુ ગામોને મહુવા તાલુકા મથક તથા નેશનલ હાઇવેને જોડતો મુખ્ય રસ્તો છે.
આ રસ્તાનું જ્યારે કામ પૂર્ણ થયું ત્યારે કામ બરોબર ન લાગતા લોયંગા ગામના સરપંચે મહુવા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલકને લેખિતમાં રજૂઆત પણ કરેલી છે છતાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી રોડ તૂટી ગયો અને ખાડા પડવા લાગ્યા ત્યાર પછી એજન્સીવાળાએ રોડની બંને બાજુની સાઈડો પુરવાનું કામ શરૂ કર્યું હતું.
પરંતુ એકપણ પ્રકારની ડામરની સાઈડ પૂર્વમાં આવી નથી અને લોલમલોલ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે આ ત્રણ મહિનામાં ડામર રોડ ખાડા ખડીયા વાળો થઈ ગયો છે આથી લોયંગા ગામના સરપંચ વાઘજીભાઇ બારૈયા તથા વાહન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો છે.
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.