અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર વિસ્તૃત કરવામાં આવ્યા. - At This Time

અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર વિસ્તૃત કરવામાં આવ્યા.


અમદાવાદ મંડળથી ચાલનારી ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર વિસ્તૃત કરવામાં આવ્યા છે,

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ને 17 નવેંબર, 2024 થી 15 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ને 16 નવેંબર, 2024 થી 14 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 19 નવેંબર, 2024 થી 10 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 18 નવેંબર, 2024 થી 09 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

૩. ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 21 નવેંબર, 2024 થી 12 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 20 નવેંબર, 2024 થી 11 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

4. ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 18 નવેંબર, 2024 થી 09 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ને 17 નવેંબર, 2024 થી 08 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 01920, 01906, 04166 અને 04168 માટે બુકિંગ તત્કાળ પ્રભાવથી તમામ પી.આર.એસ કાઉન્ટર્સ અને આઈ આર સી ટી સી વેબસાઇટ પર શરૂ થશે.

ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડશે, ટ્રેનોના સ્ટોપેજ, સમય, સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની કૃપા કરીને મુલાકાત લઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.