MICA ના વિદ્યાર્થીની હત્યાના ગુનામાં સંડોવાયેલ પોલીસ કર્મચારીની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ ગ્રામ્ય ગત તા.૧૦ નવેમ્બર ૨૦૨૪ ના રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે અમદાવાદ બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્ષ થી રેન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ વળાંક પાસે બુલેટ પર બે વિદ્યાર્થીઓ જઇ રહેલ હતા તે સમયે ફોર વ્હીલરના ચાલક સાથે ગાડી પૂર - ઝડપે તથા જોખમી રીતે ચલાવવા બાબતે ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો ? તેમ કહેતા ફોર વ્હીલરના ચાલકે તેઓ સાથે ઝઘડો કરી MICA વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા મારી હત્યા કરેલ,
આ બનાવ સબંધે બોપલ પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૧૨૪૦૭૭૬ /૨૦૨૪ બી.એન.એસ. એક્ટ કલમ ૧૦૩ (૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ખુનનો ગુનો દાખલ થયેલ,
આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ ગુના ના આરોપી ને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ ને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી ઓ દ્વારા સુચના કરવામાં આવેલ હતી,
આ ગુનાના આરોપીને શોધી કાઢવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તથા અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી., એસ.ઓ.જી તથા અન્ય પોલીસ સ્ટેશનની કૂલ ૧૩ ટીમો સંયુકતપણે બોપલ ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના ૩૦૦ સી.સી.ટી.વી ફ્રુટેજ ની ચકાસણી કરતા કાળા કલરની કાર શંકાસ્પદ હોવાનુ તેમજ કાર ચાલકની ખૂનના ગુનામાં સંડોવણી હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવેલ તેમજ ફરીયાદીના જણાવ્યા મુજબ આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવેલ આરોપી સ્કેચને સોશ્યલ મીડીયા તેમજ ન્યુઝ પેપર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવેલ,
આ તમામ પ્રકારની ગુનો આચરનાર આરોપી ને શોધવાની કાર્યવાહી દરમ્યાન મળેલ માહિતી મુજબ આ ગુનો આચરનાર વ્યક્તિ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા ની સંડોવણી હોવાનુ અને તે ખૂન કર્યા બાદ પંજાબ ખાતે ભાગી ગયેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી આ માહિતી આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા અમદાવાદ ગ્રામ્યની સંયુક્ત ટીમ પંજાબ ખાતે મોકલી આપવામાં આવેલ,
પંજાબ ખાતે તપાસ દરમ્યાન પંજાબના સંગરુર પટીયાલા રોડ ઉપર આવેલ સનામ ગામ નજીક રોડ ઉપરથી આરોપી વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા ઉ.વ, ૩૭ રહે, મ.નં, જી/૩૦૪ સન સાઉથ વિન્ડસ, મેરીગોલ ટાવરની સામે, સાઉથ બોપલ, અમદાવાદ મુળ ગામ. આદ્રોડા તા.બાવળા જી. અમદાવાદને ઝડપી પાડેલ,
જેની વિશેષ પુછપરછ કરવા સારૂ આજરોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ આવવામાં આવેલ આ આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપતા તપાસની આગળની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે.
Report by:- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.