મોટર સાયકલ ચોરના ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ* .
*
પો.ઇન્સ એ.એન.નિનામા નાઓની સુચના મુજબ મિલ્કત સબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે બાલાસિનોર ટાઉન પો.સ્ટે.નાં પો.સબ.ઇન્સ્પેકટર એ.એમ.બારીઆ નાઓને ખાનગીરાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે સેવાલીયા તરફથી બાલાસિનોર તરફ એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ લઇ બાલાસિનોર તરફ આવનાર છે.જે બાતમી હકીકત આધારે એ.એસ.આઇ દેવેન્દ્રસિહ મોહનસિહ બ.નં ૭૬૫ તથા આ.પો.કો છત્રસિહ ઉદેસિહ બ.નં ૩૩૭ તથા આ.પો.કો રાજેન્દ્રસિંહ હરૂભા બ.નં ૩૬૫ તથા અ.પો.કો રીતેશભાઇ રમેશભાઇ બ.નં ૭૪૪ તથા પો.કો દીનેશભાઈ ભલાભાઈ બ.નં ૪૧૬ એ રીતેનાં પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાલાસિનોર હાંડીયા રોડ ઉપર વોચમાં ઉભા હતા.તે દરમ્યાન એક હીરો સ્પલેન્ડર પ્રો મો.સા નંબર જી.જે.૧૭.એડી.૪૭૫૦ નું લઇને આવતા તેની ઉપર શંકા જતા તેને રોકી તેનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ શૈલેષભાઇ સોમાભાઇ બારીઆ રહે.પોયડા તા.શહેરા જી.પંચમહાલ નો હોવાનુ જણાવેલ જેની પાસે મો.સાના કાગળો અંગે ખરાઇ કરતા પકડાયેલ મોટર સાયકલ કોઇક જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલાનુ જણાવતા શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે મળી આવતા બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)(ઇ), ૧૦૬(૧) મુજબ અટક કરી વધુ તપાસ કરતા પોયડા ગામે તેના ઘરેથી અન્ય ત્રણ મોટર સાયકલો કબ્જે કરી આરોપી પાસેથી કુલ -૦૪ મોટર સાયકલ જેની કુલ કિંમત રૂપિયા ૬૧,૦૦૦/- નો મુદ્દામાલ સાથે કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ
કબ્જે કરેલ મુદ્દામાલ -
(૧) હીરો સ્પલેન્ડર પ્રો મો.સા નંબર જી.જે.૧૭.એડી.૪૭૫૦
(૨) હીરો સ્પલેન્ડર પ્લસ મો.સા નંબર જી.જે.૦૭.બી.પી.૬૯૦૯
(૩) હીરો સ્પલેન્ડર પ્રો મો.સા નંબર જી.જે.૦૭.બી.પી.૪૫૯૨
(૪) હીરો સ્પલેન્ડર પ્રો મો.સા નંબર જી.જે.૦૭.સી.બી.૭૩૯૭
પકડાયેલ આરોપી -
(૧) શૈલેષભાઇ સોમાભાઇ બારીઆ રહે.પોયડા તા.શહેરા જી.પંચમહાલ
ડીટેકટ ગુન્હાની વિગત -
(૧) ગોધરા એ ડીવીઝન પોસ્ટે ફ.ગુ.ર.નં ૧૧૨૦૭૦૨૫૨૪૦૮૭૨/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૨) બાલાસિનોર ટાઉન પો.સ્ટે ફ.ગુ.૨.નં ૧૧૧૮૭૦૦૨૨૪૦૪૬૦/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
(૩) બાલાસિનોર ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૧૧૮૭૦૦૨૨૪૦૪૬૫/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.