અંજાર તાલુકાના દુધઇ નર્મદા આશ્રમ મધ્યે હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજજી દ્રારા દશ દિવસીય ધર્મ મહોત્સવ નો પ્રારંભ - At This Time

અંજાર તાલુકાના દુધઇ નર્મદા આશ્રમ મધ્યે હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજજી દ્રારા દશ દિવસીય ધર્મ મહોત્સવ નો પ્રારંભ


*અંજાર તાલુકાના દુધઇ નર્મદા આશ્રમ મધ્યે હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજજી દ્રારા દશ દિવસીય ધર્મ મહોત્સવ નો પ્રારંભ*

(તા. ૧૨-૧૧-૨૦૨૪, મંગળવાર) દુધઇ, તા. અંજાર-સનાતન ધર્મ ના પ્રચાર અને પ્રસાર ને વધુ

વેગ મળે તેમજ અર્વાચીન યુગમા વધુને વધુ લોકો સ્વાર્થ વગર સેવાકીય કાર્યમાં જોડાય તેવા શુભ

હેતુથી દસ દિવસીય ધર્મ યશ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ છે તેમા પ્રથમ ત્રણ દિવસ-તા ૧૩-

૧૧-૨૦૨૪ થી ૧૫-૧૧-૨૦૨૪-થી ૧૦૮ કુંડી વિષ્ણુ મહાયજ્ઞ અને ત્યાર પછીના સાત દિવસ

તા. ૧૬-૧૧-૨૦૨૪ થી ૨૨-૧૧-૨૦૨૪ સુધી શ્રીમદ ભાગવત કથાનુ ભવ્યાતી ભવ્ય આયોજન

કરવામા આવેલ છે. આ સમગ્ર આયોજનના પ્રણેતા અને પ્રસિધ્ધ કથાકાર હરિપાદરેણુ શ્રી સિધ્ધાર્થ

મહારાજ દુધઇ (નર્મદા કેનાલ) આશ્રમ ના નેજા હેઠળ સેવકગણ રાત/દિવસ જોયા વગર આ ધર્મ યજ્ઞ

ને સફળ બનાવવા તન-તોડ મહેનત કરી રહ્યા છે. સુંદર મજાનો નૈસર્ગીક વાતાવરણ અને ઋષિ

સંસ્કૃતીને ઉજાગર કરે તેવા રમણીય વાતાવરણ સાથે નો શ્રી ૧૦૮ કુંડી યજ્ઞ મંડપ અને કથા મંડપ

તૈયાર કરવામા આવેલ છે. આ કાર્યમા વપરાયેલ વસ્તુમા વધુને વધુ વસ્તુઓ વન્ય પ્રકુતીમાથી

મેળવવામા આવેલ છે. કથામા પધારનાર ધર્મ પ્રેમી લોકો માટે શુધ્ધ અને સાત્વીક મહાપ્રસાદ ની

વ્યવસ્થા માટે સુંદર ભોજનશાળા બનાવવામા આવેલ છે.આજ રોજ કથા સ્થળ ની ગુજરાત રાજય

ના પુર્વ મંત્રી શ્રી વાસણભાઇ આહીર તથા ભચાઉ નગરપાલીકાના પુર્વ પ્રમુખ શ્રી અશોકસિંહ એ
મુલાકાત લઇ મારાજ શ્રીના આશીર્વાદ મેળવેલ. કથા દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ

ભજનીકો શ્રી દલસુખ ભાઇ પ્રજાપતી અને શ્રી પીયુશ મિસ્ત્રીની ભવ્ય સંતવાણી ના કાર્યક્રમ

રાખવામા આવેલ છે. તેમજ અલગ-અલગ દિવસે બાબુભાઇ આહીર અને અલ્વીરા મીર એન્ડ

પાર્ટીનો ભવ્ય રાસ-ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આજબાજુ ના ગામના લોકો

સ્વયંભુ રીતે આ સેવા કાર્યમા જોડાયેલ છે. કથા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ નુ પણ આયોજન

કરવામા આવેલ છે. દસ દિવસીય ધર્મ યજ્ઞ ની વિશેષતા જોતા આયોજનમા કોઇ અધ્યક્ષ કે મુખ્ય

યજમાન નથી તેથી પ્રથમ દ્રસ્ટીએ દરેક સમાજના લોકો એક અને નેક બને તેમજ સ્વચ્છતા ત્યા

પ્રભુતાના સ્લોગન સાથે રાખી સમગ્ર કથાની ટીમ કાર્ય કરી રહી છે. કથા ના પ્રારંભે પોથી યાત્રા

નીકળશે તેમા પરંપરાગત ઢોરી અને સુમરાસર (શેખ) ગામોની પ્રખ્યાત રાસ-મંડળીઓ રમઝટ બોલાવશે.

રિપોર્ટ -દિપક આહીર


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.