બરવાળા પો.સ્ટે. લેપટોપ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર/કબ્જે કરતી બોટાદ એલ.સી.બી.ટીમ - At This Time

બરવાળા પો.સ્ટે. લેપટોપ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર/કબ્જે કરતી બોટાદ એલ.સી.બી.ટીમ


ભાવનગરનાઓ દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હો શોધી કાઢી ડીટેકશનની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય,જે અનુસંધાને બોટાદ જીલ્લા ઇ.ચા. પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબ નાઓએ મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય,જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લા કમાન્ડ એન્ડ કંટોલ (નેત્રમ) ટીમની મદદ મેળવી તથા હ્યુમન સોર્સિંગથી તપાસ કરતા એલ.સી.બી.શાખાના હેડ.કોન્સ. ગોકુળભાઇ મનજીભાઇ ઉલવા તથા પો.કોન્સ. વનરાજભાઇ ડાયાભાઇ ડવ નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, બરવાળા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૦૦૦૧૨૪૦૩૫૯/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૨) મુજબનાં કામે સાળંગપુર મંદીરના પાર્કીંગમાં પાર્ક કરેલ ફોર વ્હીલ કારના કાચ તોડી તેમાંથી લેપટોપની ચોરી કરનાર અજાણ્યો ઇસમ બોટાદ, ગઢડા રોડ ૬૬ કે.વી. સબ સ્ટેશન સામે રોડ ઉપર ઉભો હોવાની હકીકત આધારે સ્થળ પર જઇ તપાસ કરતા સદરહુ બાતમી હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ મળી આવાતા તેનુ નામઠામ પુછતા કેતનભાઇ ઉર્ફે ભોલુ દાતારામ ચૌહાણ રહે. હાલ બોટાદ ગઢડા રોડ, આનંદધામ સોસાયટી તા.જી.બોટાદ મુળ વતન અમદાવાદ લાંભા ઇન્દીરાનગર વિભાગ-૦૨, મકાન નંબર ૨૫૭૧, ૨૫૭૨ વાળો હોવાનુ જણાવેલ તેની પાસે રહેલ થેલામાં તપાસ કરતા ઉપરોકત ગુન્હાના કામે ચોરી થયેલ કાળા કલરનું ડેલ કંપનીનું મોડલ (લેટીટયુડ) ૭૪૧૦ નું લેપટોપ મળી આવતા કી.રૂ.૭૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી, મજકુર આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબ્જે કરેલ મુદ્દામાલ -ડેલ કંપનીનું મોડલ (લેટીટયુડ) ૭૪૧૦ નું લેપટોપ કિં.રૂ. ૭૦,૦૦૦/-આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-આ કામગીરી ઇ.ચા.પોલીસ અધીક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના તથા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ બોટાદ જીલ્લા કમાન્ડ એન્ડ કંટોલ (નેત્રમ) ટીમની મદદ મેળવી નાસતા ફરતા સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.બી.સોલંકી, એ.એસ.આઈ બી.જી.ચાવડા, એ.એસ.આઇ એચ.બી.ખેરાળીયા, એ.એસ.આઇ કે.ડી.ઝાલા, હેડ.કોન્સ ગોકૂળભાઇ મનજીભાઇ ઉલવા, હેડ.કોન્સ. અશોકભાઇ રામજીભાઇ બાવળીયા, હેડ.કોન્સ રામદેવસિંહ દેવુભા મોરી, પો.કોન્સ. વનરાજભાઇ ડાયભાઇ ડવ નાઓએ કરેલ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.