બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દિવાળીપર્વવાળાના દિવસોમાં હજારો દર્શનાર્થીઓએ લાભ લીધો - At This Time

બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દિવાળીપર્વવાળાના દિવસોમાં હજારો દર્શનાર્થીઓએ લાભ લીધો


બગદાણામાં નૂતનવર્ષે અન્નકૂટ પ્રસાદ દર્શનનો ભાવિકોએ લાભ લીધો

મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમ ખાતે દિવાળીના દિવસોમાં ચિક્કાર માનવ મેદની રહી હતી. વિક્રમ સંવત 2081 ના નવા વર્ષના દિવસે તેમજ ધનતેરસથી લઈને દિવાળી, ભાઈબીજના તહેવારોમાં ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. બગદાણા તરફની ચારેય દિશાઓમાંથી મોટી સંખ્યામાં પેદલયાત્રીઓ પણ બગદાણા ધામે પહોંચ્યા હતા. નાના-મોટા વાહનોનું પણ પુષ્કળ ટ્રાફિક રહ્યું હતું.નુતનવર્ષના પ્રારંભે પ્રતિ વર્ષની પરંપરા મુજબ ગુરુઆશ્રમ બગદાણા ખાતેના તમામ મંદિરો તેમજ ગામના વિવિધ દેવાલયોમાં અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો

તેમજ સમગ્ર ટ્રસ્ટીમંડળના માર્ગદર્શન નીચે અગ્રણીઓ તેમજ સ્વયંસેવકોએ સતત ખડે પગે રહીને બેનમૂન સેવા પરી પાડી હતી. પાંકિંગ થી લઈને ચા- પાણી, દર્શન, રસોડા વિભાગ, ભોજનાલય, સુરક્ષા જેવા વિભાગોમાં સ્વયંસેવકો એ શિસ્તબદ્ધ રીતે કામગીરી કરી હતી.

લોકોએ નવી આશાઓ અને અરમાનો સાથે નવા વર્ષનાં વધામણા કર્યા, આજે લાભપાંચમથી બજારો પુન ધમધમતી થશે

સમગ્ર ગોહલવાડ પંથકમાં દિવાળી પર્વ તેમજ બેસતા વર્ષ અને ભાઇબીજ સહિતના પર્વની ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.લક્ષ્મીપુજન,ચોપડા પુજન સહિતના શુભ કાર્યો સાથે ફટાકડાની આતશબાજી મોડી રાત્રી સુધી શરૂ રહી હતી.દિવાળીના તહેવારો અગિયારસથી શરૂ કરીને લાભપાંચમ સુધી મનાવવામાં આવે છે.બુધવારે લાભ પાંચા હોવાથી ખાસ કરીને વેપારીઓ વેપાર ધંધાની શરૂઆત કરે છે.લાભપાંચમથી બજારો ફરી ધમધમતી થશે.

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.