પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં સંતો, મહંતો હાજરી આપશે - At This Time

પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં સંતો, મહંતો હાજરી આપશે


પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં સંતો, મહંતો હાજરી આપશે

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં ૨૪ નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ. મોરારિબાપુની ૯૪૭ મી રામ કથાનો પ્રારંભ રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની ૯૪૭ મી વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” ૨૩ નવેમ્બરથી શરુ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્વિક રામકથામાં સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક - સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી, શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી, પતંજલિ યોગ વિદ્યાપીઠનાં સ્વામી રામદેવ, વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક ચિન્મયાનંદ સ્વામીજી, ગીતામનીષી સ્વામી જ્ઞાનાનંદજી, એસ.જી.વી.પી ગુરુકુળ, અમદાવાદનાં માધવ પ્રિય દાસજી, બાધેશ્વર ધામના પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રી સહિતના સંતો, મહંતોએ શુભેચ્છા પાઠવી છે તેમજ તેઓશ્રીઓ ઉપસ્થિત રહી શ્રાવકોને આશીર્વાદ અને માર્ગદર્શન આપશે. રામાયણ જીવનના મૂલ્યો અને સત્કર્મોના પથ પર ચાલવાનું પ્રેરણાસ્રોત છે. વૈશ્વિક રામકથામાં સંતો, મહંતોની હાજરીથી સૌ કોઈ આધ્યાત્મિક પ્રેરણા લેશે. જેથી લોકો પોતાના જીવનમાં ધર્મ અને માનવતાના ગુણો અપનાવે.
વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. ૨૩ નવેમ્બર–૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાનાર છે. કથાનો સમય ૨૩ નવેમ્બરે સાંજે ૪ થી ૬-૩૦ વાગ્યા સુધી અને ૨૪ નવેમ્બરથી ૧ ડીસેમ્બર સુધી સવારે ૧૦-૦૦ થી ૧-૩૦ સુધીનો છે. વૈશ્વિક રામકથા કાર્યાલય:ધ ટવિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.