લાભપાંચમ સુધીમાં રોજ એક વ્યકિત સરેરાશ 2300થી 2500 કેલેરી મેળવે છે જે ખુબ વધારે ગણાય - At This Time

લાભપાંચમ સુધીમાં રોજ એક વ્યકિત સરેરાશ 2300થી 2500 કેલેરી મેળવે છે જે ખુબ વધારે ગણાય


વિક્રમ સંવતના 2081ના નૂતન વર્ષની શુભેચ્છા માટે ઘરે-ઘરે નાસ્તા કરો ત્યારે પેટનો વિચાર કરવો આવશ્યક તહેવારની ઉજવણીમાં પેટ દળાઈ જાય એટલું ભરપેટ ખાઈ લેવું, ભલેને પછી તબિયતનું જે થવું હોય તે થાય તેવી માનસિકતા કેટલાક ભાવનગરવાસીઓ ધરાવે છે. દિવાળી-નૂતનવર્ષમાં કોઈના ઘરે શુભેચ્છામાટે જઈએ ત્યારે સરભરાના નામે મહેમાન ઉપર અત્યાચાર કરે છે. જેથી લાભ પાંચમ સુધીમાં ઘરે જઈ ભરપૂર નાસ્તો કરનારાનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે.

બેસતા વર્ષ કે ત્યાર બાદ આપણે જેમના ઘરે જઈએ ત્યાં ચોળાફળી, ફાફડા, મઠીયા, ચેવડો, બરફી, કાજુકતરી, ફરસીપુરી, ગાંઠિયા, મગજના લાડુ, ઘુઘરા, ગુલાબજાંબુ જેવા મિઠાઈ-ફરસાણ તેમજ આઈસક્રીમ કે શરબતથી સરભરા કરવામાં આવે છે. જે મિઠાઈ-ફરસાણમાં વધુ પ્રમાણમાં ઘી તેલ વપરાયા હોય તે હૃદય માટે નુકસાનકારક છે. ડાયેટિશિયન બી.એસ. શર્મા જણાવે કે દિવાળીથી લાભપાંચમ સુધીમાં 1 દિવસમાં એક વ્યકિત સરેરાશ 2300થી 2500 કેલેરી મેળવે છે જે વધારે ગણાય. ખરેખર સ્ત્રીને રોજના 1200થી 1500 કેલેરી અને પુરૂષને 1500થી 1700 કેલેરીની જરૂર હોય છે.

આ ગણિત મુજબ દિવાળીમાં દૈનિક 1000થી 1200 કેલેરી વધુ ઉમેરાતી હોય છે. દિવાળીના આ ઉજવણીના

આ ગણિત મુજબ દિવાળીમાં દૈનિક 1000થી 1200 કેલેરી વધુ ઉમેરાતી હોય છે. દિવાળીના આ ઉજવણીના દિવસો રજાના, વેકેશનના દિવસો હોવાથી ખાવાનું વધારે અને શ્રમ ઓછો તેવો ઘાટ થતાં આ દસેક દિવસના રજાના ગાળામાં જ કેટલાકનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે જે ચિંતાજનક ગણી શકાય. આવા સમયગાળામાં મિઠાઈ-ફરસાણ કરતાં ગરમ નાસ્તા સ્વાસ્થ્ય માટે ફાયદાકારણ છે જેમાં ફણગાવેલા મગ, ઉપમા, બાફેલા કઠોળની ભેળ વિ. લઈ શકાય. વળી, બહારનો નાસ્તો કરો તો ઘરે ખાવામાં કાપ મુકવાથી પણ લાભ થશે.

કેમિકલયુકત કલરથી ગળા, હોજરીની તકલીફ થશે મોં મીઠું કરતી મિઠાઇનો અતિરેક પેટ માટે હાનિકારક મિઠાઈમાં વપરાતા કેમિકલયુકત કલરથી ગળાની, હોજરીની તકલીફ થઈ શકે છે. વધુ પડતી મિઠાઈ ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ વધી શકે છે. જોકે, મર્યાદામાં રહી મિઠાઈ ખાવાથી નુકસાન થતું નથી. બજારમાં મળતી કેટલીક હલકી ગુણવત્તાવાળી મિઠાઈમાં હાનિકારક કલર્સ વધુ હોય છે. આથી બદલાતા સમયમાં પણ કેટલાંક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત પરિવારો મિઠાઈ ઘરે બનાવાનો આગ્રહ રાખે છે તેમાં પણ શુદ્ધતાની તો ખાસ તકેદારી રાખે છે. તે તંદુરસ્તી માટે સારી બાબત છે. ડો.સલોની ચૌહાણ, ડાયેટિશિયન

આટલું અચૂક યાદ રાખો

નૂતન વર્ષની શુભેચ્છા માટે કોઈને ત્યાં જતાં પહેલાં ઘરે સલાડ કે ફળ અથવા લીંબુ સરબત પી લેવું. ઘરે શુભેચ્છા માટે જતા હો ત્યા મિલ્કશેક કે આઇસક્રીમના બદલે પાણી સરબત પીવો. - નાસ્તો પાંચ-છ ઘરે કર્યો હોય તો ઘરે જમવાનું ટાળો અને ઘરે હળવું ભોજન લ્યો. - તેલનો પ્રચૂર ઉપયોગ થયો હોય તેવા ફરસાણ અને ઘી-તેલ અને માવાળી મિઠાઈને ખાવાનું ત્યજો.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.