ડિજિટલ ના આધુનિક યુગમાં દિવાળીના દિવસે ફરતા મેઘ મેરાયાની જુની પ્રથા ગોસા (ઘેડ)માં આજે પણ અકબંધ. - At This Time

ડિજિટલ ના આધુનિક યુગમાં દિવાળીના દિવસે ફરતા મેઘ મેરાયાની જુની પ્રથા ગોસા (ઘેડ)માં આજે પણ અકબંધ.


કુંભાર ભગત કરશનભાઈ કચરા કુકડીયા ધ્વરા તેમના બાપ દાદાની માટીના મેરાયાં બનાવવાની રીત જાળવી રાખી છે

ગોસા (ઘેડ)તા.૦૧/૧૧/૨૦૨૪ ગોસા (ઘેડ) ગામે આજે ડિજિટલ ના આધુનિક યુગમાં પણ રબારી સમાજ અને મહેર સમાજે પણ વર્ષોથી ચાલી આવતી દીવાળાના તહેવાર ઉપર ચાલી આવતી મેઘ મેરાયાંની પરંપરા જાળવી રાખી છે. આ મેરાયાં કુંભાર ભગત કરશનભાઈ કચરા કુકડીયા ધ્વરા તેમના બાપ દાદાની મેરાયાં બનાવવાની રીત રસમ એકબંઘ ચાલુ રાખી છે. તેઓ દ્વારા દીપાવલી ની આગલા દિવસ એટલે કે કાલી ચૌદશ ના દિવસથી માટી થી બનતા આ મેરાયા ની તૈયારી કરી દે છે. દિવાળી ના પવિત્ર દિવસે ગોસા (ઘેડ) ના મહેર સમાજ , રબારી સમાજના લોકો કુંભાર ને ઘરે થી મેઘ મેરાયાં લઈ આવી મેરાયાં માં કપાસિયા નાખી બચ્ચે રૂ ની વાટ ગોઠવી તેમાં તેલ નાખી અને પ્રગટવવામાં આવે છે. દિવાળી ના દિવસે યુવાનો હાથ માં સળગતી જ્યોત સાથે મેઘ મેરાયા વિરાજ રમેશ કોડિયાતર, સિદ્ધાર્થ રમેશ કોડિયાતર, મહેશ પરબત કોડિયાતર, પિયુષ નિલેશ કોડિયાતર, વિશાલ મેપા કોડિયાતર, પરબત મેસુર, ભીખુ ખીમાભાઇ કોડિયાતર સહીત ના એક જૂથમાં સાથે લઈ ને શેરીએ મહોલ્લાઓ માં ઘરે ઘરે જાય છે અને બોલે છે કે " મેઘ મઘ રાજા દિવાળીના દોકડા જાજા, ડુહાં થોડાં ને બાજરો જાજો " આવી રીતે બોલતા બોલતા ગામમાં માહોલ્લામાં ફરી વળતા હોય છે. અને લોકોને પણ ખબર જ હોય છે કે સાંજના દિવાળી ના રાત્રે મેઘ મેરાયાં આવશે એટલે પહેલેથી જ કોડિયા યા વાટકા માં દિવેલ રાખી ને તૈયાર ઘરે રહેતા હોય છે અને મેરાયમાં આવે એટલે મેરાયમાં ચમસી થી જ્યોત માં દિવેલ પૂરતા હોય છે. જે મેરાયા પ્રગટવાવેલ હોય તેના દર્શન ખેડૂતોના પાલતુ પશું ઓને કરાવતા હોય છે. જે પશુ ને દિવાળીના મેરાયમાંની જ્યોતના દર્શન કરાવે તો તે આરોગ્ય નિરામય રહે અને બીમાર ન પડે તેવી લીકવાયકા રહેલી છે. આમ વર્ષોની જૂની ચાલી આવતી મેઘ મેરાયમાંની પરમ્પરા આજે પણ ગોસા(ઘેડ ) સહિત ગામડાઓ માં જાળવી રાખી છે. રીપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ ગોસા (ઘેડ )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.