ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું - At This Time

ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું


સાળંગપુર ધામમાં યુગ-યુગ સુધી લોકોને આશરો મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વડતાલ ગાદીના પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે લોકાર્પણ કર્યું હતું. જે બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું અને દાદાની વિશેષ શોડષોપચાર પૂજા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, “સૌથી પહેલા આજે ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલીની ખુબ ખુબ શુભકામનાઓ. હું સંસ્થાનો પણ ખૂબ આભાર માનું છું આમ તો તમે કાળી ચૌદસ એ આવો તો દાદાના દર્શન થાય બધા કષ્ટોનું હરણ થાય અને દીપાવલીના દિવસે આવો તો દાદાના ઐશ્વર્યનું વ્યક્તિના પુણ્ય મુજબ ફળ વ્યક્તિના ખાતામાં જમા થાય. આજે કાળીચૌદસ, રૂપચૌદસ અને દિપાવલી એક જ દિવસે છે. તમે મને અહીં બોલાવી દાદાના આશીર્વાદ મારા સમગ્ર પરિવાર સાથે લેવાનો મોકો આપ્યો એટલે હું તમારો આભાર માનું છું અમિત શાહે વધુમાં જણાવ્યું કે, “ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન એકદમ ગ્રીન કહી શકાય એવું છે.અહીં દૂર-દૂરથી પહોંચતા લોકો આ યાત્રિક ભવનમાં રોકાઈ નિર્વિઘ્ને દાદાના દર્શનનો લ્હાવો લઈ શકશે.આ વિશાળ યાત્રિક બે વર્ષમાં કામ પૂરું થયું છે. અહીં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દરેકના દુખ દૂર કરે છે. મારી વાત કરું તો મારા જીવનમાં જ્યારે મુશ્કેલી અને ચિંતા આવી ત્યારે દાદા સમક્ષ શિશ ઝૂકાવ્યું અને તે ચિંતા મુશ્કેલી દૂર થઈ છે. ગોપાળાનંદ સ્વામીના નામથી બનેલું આ યાત્રિક ભવન વર્ષો સુધી અહીં લોકોને આશરો આપશે. આ કષ્ટભંજન દેવનું સ્થાન યુવાઓમાં પ્રેરણાનું સ્થાન બન્યું છે‌મહત્ત્વનું છે કે, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ અમિતભાઈ શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી.આ પછી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામીએ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકા પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ગૃહમંત્રી અમિતભાઈ શાહને અર્પણ કરી હતી આ તકે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, “દાદાના દરબારમાં આજે બહુ મોટો પર્વનો દિવસ છે. લાખો ભક્તો માટે આચાર્ય રાકેશપ્રસાદજી અને દેશના ગૃહપ્રઘાન અમિતભાઈ શાહ દ્વારા "શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન" ભક્તોને અર્પણ કર્યું છે. આજે મંદિરના સંતો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહને ગર્ભગૃહમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની ચાંદીની મૂર્તિ ભેટમાં આપવામાં આવી છે નૌતમ સ્વામીએ જણાવ્યું કે, “સમગ્ર દેશમાં ક્યાંય ન હોય એવું ભવ્યથી ભવ્ય શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન થયું છે. સાળંગપુર ધામ ભારતનું મિની તિરૂપતિ બનવા તરફ જઈ રહ્યું છે. હરિપ્રકાશ સ્વામીએ લોકોને બહાર બેઠેલા જોયા અને તેમના માટે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનો નિર્ણય કર્યો તે શ્રેષ્ઠ છે. પૂજ્ય વિવેકસાગર સ્વામીએ રાત દિવસ કામ કર્યું છે. આચાર્યશ્રીએ બે વર્ષમાં 50થી 60 વખત અહીં વિઝીટ કરી હતી. 2005થી અહીં અમિતભાઈ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં આવી રહ્યા છે અને આજે તેમના હસ્તે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ થતાં ખુશીની લાગણી અનુભવીએ છીએ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું કે, “શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની અંદર જેમણે પાયાની સેવા કરી છે તે દરેકનો આભાર.હનુમાનજીને પ્રાર્થના કે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક સંકલ્પો પૂરા થાય એવા આશીર્વાદ આપો.” સાળંગપુરમાં દિવસે ને દિવસે દાદાના દર્શન માટે લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતા ‌રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂમમાં 5,000 થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં 400 AC રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ 800 રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ 3 હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે.
આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે હરિપ્રકાશ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, “શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. એટલે અમે આ મુજબ વિચાર્યું કે, પતંગિયું શાંતિનું પ્રતિક છે,પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્નનિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ."

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.