નવા વર્ષની શુભ સવારે હાસ્યનું સબરસ- રેખા પટેલ (ડેલાવર) - At This Time

નવા વર્ષની શુભ સવારે હાસ્યનું સબરસ- રેખા પટેલ (ડેલાવર)


નવા વર્ષની શુભ સવારે હાસ્યનું સબરસ- રેખા પટેલ (ડેલાવર)
મુક્ત મને હસવું ખુબ જરૂરી છે સાથે તે કળા પણ છે. દરેક વ્યક્તિ નાની સરખી વાતમાં ખડખડાટ હસી શકતી નથી. ખુશીની ક્ષણોને મુક્તપણે માણી શકતી નથી. બહુ ઓછા નસીબદાર આમ કરી શકે છે. બાળપણમાં નાની વાતોમાં ખળખળ હસતાં એમ સમજણ વધતા થતું નથી. ખરેખર તો ઉંમર અને હાસ્યને કોઈ લેવાદેવા નથી, પરંતુ સમજણનો ભાર હાસ્ય ઉપર હાવી થઇ જાય છે.
એમાય છોકરીઓને તો સહેજ મોટી થતાજ ટોકવામાં આવે છે " બસ બંધ કર,કારણ વગર શું હસવાનું?  ધીમે હસ. આમ બાળપણ અહીંથી જ છીનવાઈ જાય છે. હવે મોટી થઇ આ બધું નાં શોભે" લોકો શું કહેશે એજ વાત ઉપર જીવનની મહત્વની જરૂરી આદતને ડાબી દેવાય છે.

બીજાઓને હસાવનાર હાસ્ય કલાકાર એક રીતે સમાજસેવા કરે છે. ખુશીને વહેચવી એ પણ સેવાજ કહેવાય ને!સાચુકલું હાસ્ય બાળક જેવું નિર્દોષ હોય છે જે સામે વાળાને કારણ વિના પણ સ્પર્શી જાય છે. કીંમતી વસ્તુઓ જે સુખ નથી આપી શકતું એ કોઈનું હાસ્ય આપી શકે છે. હસવાના બે ફાયદા આપણી સાથે સામે વાળા પણ હસે જે જીવનની જરૂરીયાત છે.
 
જે વ્યક્તિ દુઃખમાં પણ મુક્તપણે હાસ્ય કરે છે, સાચી રીતે તે વધુ સુખી છે. તેમના જીવનમાં જો દુઃખ આવે તો પણ લાંબો સમય સુધી તેમને કચોટતું નથી. દુઃખને પકડી રાખવામાં નાં આવે તો એ જલ્દી મુક્ત થાય છે. વ્યક્તિનો સ્વભાવ છે ગમતી ક્ષણો ગમતી વસ્તુ મળી હોય તેને ઝડપથી ભૂલી જાય છે. અણગમતો બનાવ કે વ્યકિતનો કેમેય પીછો છોડતો નથી. તેને વાગોળ્યા કરે છે જે વિચારોમાં ગંધ પેદા કરે છે. જે જીવનમાં માત્ર દુર્ગંધ ફેલાવે છે. આવા બધા કારણોસર સાહજિક હાસ્ય વિલીન થાય છે.
 
હસવાના ઘણા પ્રકાર છે. સાવ સહેલું સાચુકલું બાળક જેવું હાસ્ય., પરાણે હસવા ખાતર હસવું પડતું, અહંકારી હાસ્ય, દર્દ છુપાવવા હસવું, કે પછી મજાક ઉડાડવા હસવું આ બધાની વ્યાખ્યા અને અવાજની તીવ્રતા અલગ હોય છે. જે સામે વાળાને સહેલાઈથી સમજાઈ જતા હોય છે.
 
હસવાથી અનેક ફાયદામાં સહુથી પહેલો માનસિક તણાવ ઓછો થાય છે. બીજું હાર્ટમાં લોહીમાં ઓક્સિજન વધવાથી હર્દયની તકલીફ ઘટાડે છે. ભરપુર હાસ્ય ચહેરાથી લઇ લઈને આખા શરીરની માંસપેસીઓનો તણાવ ઘટાડે છે.
એજ કારણે હવે યોગામાં બ્રેન યોગામાં હાસ્ય યોગાને પણ સ્થાન અપાયું છે. ખુલ્લામાં બહાર કે બગીચામાં કેટલાય લોકોને કસરત કરતાં એક સાથે ભેગા મળીને હસતા જોવા મળે છે. આ હાસ્ય સાચુકલું નથી હોતું બસ યોગાનો એક ભાગ છે જે સારીરિક હેલ્થ સાથે માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

તંગ અને વ્યસ્ત રહેતા સંબંધોના કપરા સમયમાં હાસ્યને કારણે દિવસો સહેલા લાગે છે. મુક્ત મને કરાતું હાસ્ય એકાદ પળ માટે પણ તન અને મનને તરબતર કરી મુકે છે. છતાં હાલના સમયમાં બહુ ઓછા પ્રસંગો સિવાય આવો મોકો મળતો નથી.
 
ચારે તરફ આજે જરૂરિયાત પ્રમાણે સબંધો વિકસી રહ્યા છે, ત્યારે નિર્મળ સ્નેહની ખોટ વર્તાય સ્વાભાવિક છે. તું મારું કરે તો હું તારું કરું, એક હાથ દે એક હાથ લે, ઉપર સમાજ અને સબંધો ચાલી રહ્યા છે. ત્યારે મળી આવતી નાનીમોટી ખુશીઓને આવકારવા તત્પર રહેવું જોઈએ. આ માટે ચહેરા ઉપર હાસ્ય હોવું ખુબ જરૂરી છે. બીજાઓને પણ ખુશી આપવા માટે પણ આ રીત અસરકારક છે.
 
 
કોવિડનો સમય ઘણું શીખવી ગયો છે. ચહેરા ઉપર સાચું ખોટું સ્માઈલ લઈને ફરતા દરેક ચહેરાને માસ્ક હેઠળ છુપાવી દેવાનું બહાનું બન્યું. આ સમયમાં સમજાયું કે પરસ્પર હાસ્ય ભરેલો ચહેરો બતાવવો કેટલો જરૂરી છે. ઘણી વખત વિકટ પરિસ્થીતીઓ જીવનમાં નવી દિશા, નવી સોચ માટે જરૂરી છે.
 
હાસ્ય માટે અંતરની ખુશી જરૂરી છે. જેને બહાર શોધતા પહેલા પોતાની અંદર શોધવી પડે છે. બહુ કચોટતી ક્ષણો કે સબંધને મુક્ત કરી દેવાથી પણ ખુશી મળે છે. કારણ વિના, માગ્યા વિના કોઈને મદદ કરવાથી બંધાતા નવા સબંધો પણ જીવનમાં ઉત્સાહ ભરી જાય છે.
 
મનીષા કેટલાય દિવસોથી એકલતાનો અનુભવ કરતી હતી. બાળકો તેમના સંસારમાં વ્યસ્ત હતા. પતિ નોકરી અને એ પછી તેમની પ્રવૃત્તિઓમાં પોતાને વ્યસ્ત રાખતા. છેક સાજે ઘરે આવતા. સામાન્ય સ્થિતિમાં એ ગ્રોસરી કે બહાર આવવા જવામાં વ્યસ્ત રહેતી. પરંતુ કોવીડના બે વર્ષમાં એ બધું ઓછું થઇ ગયુ. આખો દિવસ ઘરમાં રહી કંટાળવા લાગી હતી. પોતે ખુબ સમજુ હતી, ઉદાસીના આવરણને જાતે હટાવવાનું નક્કી કર્યું. એક દિવસ પોતાને સમય આપ્યો. ગમતા, અણગમતા દરેક વિચારો નોટમાં લખ્યા.
 
તેને નવાઈ લાગી ગમતું બહુ ઓછું દેખાયું, બધાનાં મૂળ એકજ વાત હતી ક્યાંક એકલતા કે કોઈનો સાથ ખૂટતો. બહુ વિચારતા સામાન્ય રીતે કોઈ દુઃખ નજરે નહોતું આવતું. બસ તો એકલતા દુર કરવા માટેનો પહેલો ઉપાય પોતાને વ્યસ્ત રાખવાનો.
 
શરૂમાં એ રોજ કોઈને ખુશીથી ફોન કરતી, વડીલોથી ખબરઅંતર પૂછતી.એકલતામાં પીડાતા હોય તેમની વાતો શાન્તિથી સાંભળતી, જરૂરી સલાહ કેઆશ્વાસન આપતી. દરેક સાથે હાસ્યથી વાત શરુ કરતી અને એજ રીતે અંત કરતી. વારે તહેવારે તેમને મળવા જતી ક્યારેક તેમના અનુભવો ઉપરથી શીખ લેતી, પોતાના વિચારોમાં વૃદ્ધિ કરતી. આમ તેને રોજનું કામ મળી ગયું.
બીજાઓના દુઃખ દુર કરવામાં સહભાગી બન્યાનું સુખ મળતું એ અલગ હતું.આમ તેની એકલતા દુર થઇ વિલાએલું હાસ્ય પાછું મેળવી ખુશખુશાલ રહેવા લાગી. બીજાઓને મદદ કરવાથી લોકોમાં પ્રિય બની એ અલગ.
 
ખુશી માત્ર પોતાને ગમતું કરવામાં મળે એવું નથી. બીજાઓના ચહેરા ઉપર મુસ્કાન જોઈને પણ ખુશ થવાય છે. જો આમ નાં હોય તો કોઈના દુઃખ ઉપર શા માટે હસી શકાતું નથી? હજુ પણ આપણામાં માણસાઈ જીવંત છે. આજ થીયરીને અનુસરી બીજાઓને ખુશી આપતા પણ સુખ મેળવી શકાય છે.
નવા વર્ષમાં આવું કૈક વિચારવાથી ખુશી ચોક્કસપણે બમણી થશે.

9426555756


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.