મન કી બાતનો 115મો એપિસોડ:PMએ ડિજિટલ અરેસ્ટ પર કહ્યું- જ્યારે તમને ફ્રોડ કોલ આવે તો થોભો, વિચારો અને પછી પગલાં ભરો
રવિવારે મન કી બાતના 115મા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વિશે વાત કરી હતી. તેમણે ડિજિટલ ધરપકડ જેવા ફ્રોડથી બચવા માટે ત્રણ સ્ટોપ થોભો, વિચારો અને પગલાં ભરવાની વાત કરી હતી. મોદીએ કહ્યું- કોલ આવતાની સાથે જ થોભો. ગભરાશો નહીં, શાંત રહો, કોઈપણ ઉતાવળમાં પગલાં ન ભરો, તમારી અંગત માહિતી કોઈને પણ ન આપો. સ્ક્રીન શોટ લો અને રેકોર્ડિંગ કરો. બીજું પગલું છે- 'વિચારો'. કોઈપણ સરકારી એજન્સી ફોન પર ધમકી આપતી નથી, વીડિયો કોલ પર પૂછપરછ કરતી નથી અથવા રૂપિયા માંગતી નથી. જો આમાંથી કાંઈ હોય, તો સમજો કે કંઈક ખોટું છે. આ પછી ત્રીજુ સ્ટેપ 'એક્શન લો' ફોલો કરો. નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 ફોન કરો. ગયા મહિને આ કાર્યક્રમને 10 વર્ષ પૂરા થયા. આ પહેલા શનિવારે પીએમ મોદીની મન કી બાત પર એક પુસ્તક "મોદી સંવાદ"નું વિમોચન પણ કર્યુ હતું. PM મોદીએ મન કી બાતમાં આ મુદ્દાઓ પર વાત કરી મન કી બાત કાર્યક્રમ 22 ભાષાઓમાં પ્રસારિત થાય છે
22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત, મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે. જેમાં ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે. મન કી બાતનું પ્રસારણ ઓલ ઈન્ડિયા રેડિયોના 500થી વધુ પ્રસારણ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે. પ્રથમ એપિસોડની સમય મર્યાદા 14 મિનિટ હતી. જૂન 2015માં તેને વધારીને 30 મિનિટ કરવામાં આવી હતી. છેલ્લા એપિસોડમાં કહ્યું હતું - મન કી બાત એ મંદિરમાં પૂજા કરવા જેવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 114મા એપિસોડમાં કહ્યું હતું- અમારી યાત્રાને 10 વર્ષ થઈ ગયા છે. આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે શરૂ થયો હતો. મન કી બાતમાં ઘણા માઈલસ્ટોન છે, જેને હું ભૂલી શકતો નથી. આ કાર્યક્રમ મારા માટે મંદિરમાં પૂજા કરવા જેવો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.