લાલ આંખ મહુવામાં તંત્રનો સપાટો ફટાકડાની લારીઓ હટાવી - At This Time

લાલ આંખ મહુવામાં તંત્રનો સપાટો ફટાકડાની લારીઓ હટાવી


ટ્રાફિકને અડચણરૂપ ગોઠવાયેલી ફટાકડાની લારીઓ તંત્રને ધ્યાને આવતા પોલીસે કરી કાર્યવાહી

શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવતની માફક ફરી એ જ જગ્યાએ લારીઓ ગોઠવાઇ ન જાય તેની પણ તંત્ર તકેદારી રાખે

મહુવા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ફુટ પેટ્રોલીંગની જેમ ટ્રાફિક અડચણ પેટ્રોલીંગ કર્યુ. લોકોમાં આશ્ચર્યની બાબત એ છે કે આ પેટ્રોલીંગ દરમ્યાન જીવતા બોમ્બ જેવી ફટાકડાની સંખ્યાબંધ લારીઓ આ તંત્રને ન દેખાય ? આ સમાચાર અખબારમાં પ્રસિધ્ધ થતા તંત્ર સફાળુ જાગ્યુ અને જાહેર રોડ પર ફટાકડાનું વેચાણ કરતી લારીઓ દુર કરતા લોકોને રાહત થઇ છે.

મહુવામાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ અંગેના સમાચાર દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા અખબારમાં વાચા આપતા તાકીદે મહુવા પોલીસ દ્વારા ફટાકડાનું વેચાણ કરતી લારીઓ દુર કરી રસ્તો ખુલ્લો કરી પોલીસે સરાહનીય કામગીરી કરેલ.

મહુવા શહેરમાં ભારે ટ્રાફિક વાળા વિસ્તારોમાં રોડ ઉપર લારીઓના ખડકલા ઉભા થયા છે જેથી ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે. તેમજ તહેવારોના દિવસોમાં લોકોની પણ અવર જવર વધુ હોય કોઇ અણબનાવ ન બને તે માટે આવી જ રીતે રસ્તા ખુલ્લા રહે તેની જવાબદાર તંત્ર દ્વારા તકેદારી
રાખવી જોઇએ.

પોલીસ તંત્રએ સપાટો બોલાવીને જાહેર રોડ પર ફટાકડાની લારીઓ તો હટાવી પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવતની માફક ફરી એ જ જગ્યાએ લારીઓ ગોઠવાઇ ન જાય તેની પણ તકેદારી તંત્રએ તકેદારી રાખવી પડશે.

તંત્રની બેદરકારીથી કયારેક મોટી દુર્ઘટના સર્જાઇ શકે

મહુવામાં અગાઉ મેઘદુત ચોકમાં એક સાથે ચાર લારીના ફટાકડા ધાણીની જેમ ફુટતા ભારે નાસભાગ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. સાવધાનીના ભાગરૂપે પેટ્રોલપંપ નજીક લારીઓમાં વેચાતા ફટાકડા કયારેક ગંભીર દુર્ઘટના નોતરી કરે છે. દિવાળીના સમયમાં ફટાકડા બઝાર બનાવવામાં આવે તો એક જ જગ્યાએથી ફટાકડાનું વેચાણ થાય તો કોઇ દુર્ઘટના ન સર્જાઇ

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.