સિહોરના સાગવાડી ગામના આર્મી જવાન સંતોષભાઈ મેર ટ્રેનિંગથી પરત ફરતા વાજતે-ગાજતે સ્વાગત - સન્માન યોજાયો - At This Time

સિહોરના સાગવાડી ગામના આર્મી જવાન સંતોષભાઈ મેર ટ્રેનિંગથી પરત ફરતા વાજતે-ગાજતે સ્વાગત – સન્માન યોજાયો


સાગવાડીમાં આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આવેલા વીરની ભવ્ય શોભાયાત્રા, તમામ લોકોએ ફૂલહાર, શાલ ઓઢાડીને સન્માન કર્યું, સાગવાડી ગામના સંતોષભાઈ મેરને નાનપણથી જ દેશની રક્ષા કાજે આર્મીમાં ભરતી થવાનું હતું સ્વપ્ન, ભરતી માટે તક મળતા જ સંતોષભાઈ ભરતી થયા બાદ ટ્રેનિંગ બાદ વતનમાં પરત ફરતા તેનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જિલ્લાભરમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર

સિહોરના સાગવાડી ગામના મેર પરિવારના યુવાન સંતોષભાઈ મેર કે જેણે અન્ય રાજ્ય ખાતે આર્મીની તાલીમ પૂર્ણ કરી આર્મીમાં જોડાયા હતા. ત્યારે આ તકે તેમના પરિવાર અને ગ્રામજનોમાં ખુશી છવાય ગઈ હતી. આજે આ વીર સાગવાડી ગામે આવતા તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગામના તમામ લોકો જોડાયા હતા. છેલ્લા દસ વર્ષમાં ગામમાં શિક્ષણનું પ્રમાણ વધતા હાલમાં પોલીસ, શિક્ષક આર્મી સહિત જુદા જુદા વિભાગોમાં યુવક યુવતીઓ સરકારી નોકરીમાં જોડાયેલા છે. સાગવાડી ગામના સંતોષભાઈ મેરે ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત આવતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈ સંતોષભાઈને આવકારી ગુલાબનાં ફુલોનો વરસાદ કરી સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા સાગવાડી ગામના પાદરમાંથી નીકળી હતી. ડીજેના તાલે અને દેશ ભક્તિના ગીતો સાથે મુખ્ય માર્ગોથી પસાર થઇ તેમના નિવાસ સ્થાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જયારે આ શોભાયાત્રા જે જે રસ્તા પરથી પસાર થાય તે રસ્તામાં આવતા તમામ લોકો દ્વારા આ વીરનું સન્માન કરવામાં આવ્યું હતું. અને હાર પહેરાવી શાલ ઓઢાડી ભારત દેશનું ગૌરવ વધારતા આ વીરનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં જિલ્લાભરમાં આગેવાન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.