હળવદના ખેતરડી ગામે વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક બુટલેગરને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
વિદેશી દારૂનો જથ્થો આપનાર બુટલેગરનું નામ ખુલ્યું
મોરબી એલસીબી પોલીસ ટીમે હળવદના ખેતરડી ગામે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનની પાછળ વાડામાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૨૪ બોટલ મળી આવી હતી, આ સાથે આરી ઓરોપી શખ્સની અટકાયત કરી વિદેશી દારૂના જથ્થા અંગે સઘન પૂછપરછમાં ખેતરડી ગામના જ એક આરોપીનું નામ ખુલ્યું હતું, જેથી એલસીબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી અર્થે પકડાયેલ આરોપીને હળવદ પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે હળવદ તાલુકાના ખેતરડી ગામે કાશીરામ રણછોડભાઈ દેકાવાડીયા પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ વાડામાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી માલ્ટા તુરંત ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા વાડામાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની કુલ ૨૪ બોટલ કિ.રૂ.૧૧,૨૦૮/-સાથે આરોપી કાશીરામ રણછોડભાઈ દેકાવાડીયા ઉવ.૩૮ રહે. ખેતરડી ગામવાળાની અટક કરી હતી, અટક કરાયેલ આરોપીએ ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો ખેતરડી ગામે જ રહેતા કીશનભાઇ મેરાભાઇ દેકાવાડીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે કેસ નોંધાવી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વિપુલ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.