કુતિયાણા મત વિસ્તારના આર એન. બી. સ્ટેટ હસ્તકના રસ્તાઓને મારામત માટે જોબ નંબર ફાળવવા કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રીને રજુઆત કરી
ગોસા(ઘેડ) તા.૨૩/૧૦/૨૦૨૪
પોરબંદર જીલ્લાના કુતિયાણા-રાણાવાવ વિધાનસભાના વિસ્તારમાં આવતા આર. એન. બી. સ્ટેટ હસ્તક આવતા અને ઘણા સમયથી તેઓનું મારમત કરવાનું થયું ના હોય તેના કારણે કેટલાય રસ્તાઓ નિ હાલત ખરાબ થઈ ગઈ હોય જેના કારણે મારા મત વિસ્તાર મા આવતા ગામડાઓના લોકોને અવર-જવર કરવા પડતી રસ્તાઓની વિટંબણા ઓની સમસ્યા નિવારવા આવા રસ્તાઓને જોબ નંબર ફાળવી મરામત કરવા અનુવાર્ય બન્યું છે. ત્યારે આવા રસ્તાઓ ને નવીનીકરણ કરી જોબ નંબર ફાળવવા કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પત્ર પાઠવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી..
કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજુઆતમાં જણાવેલ કે મારા કુતિયાણા મત વિસ્તારમાં આર. એન. બી સ્ટેટ હસ્તકના આવતાં ગોસા -મોકર બાપોદર રોડ વાઈનીંગ ૫.૫૦ મીટર , અણિયારી એપ્રોચ રોડ વાઈનીંગ ૫.૫૦ મીટર , નેરાણા-એરડા રોડ વાઈનીંગ ૫.૫૦ મીટર , ચિકાસા -ગરેજ મહિયારી રોડ વાઈનીંગ ૭.૦૦ મીટર , અને ધરમપુર એપ્રોચ રોડવાઈનીંગ ૧૦.૦૦ મીટર , આ રસ્તાઓ પ્રત્યે ગામડાઓ ની જનતાને અવર-જવર કરવામાં આ રસ્તાઓની હાલકી ના કારણે ભારે પરેશાની ભોગવવી પડતી છે ત્યારે આ ગામડાંઓના લોકોને દૈનિક વાહન વ્યવહાર માં ઉપયોગી રસ્તાઓ હોય તેથી પોરબંદર તાલુકા અને રાણાવાવ તાલુકા ના ગામડાઓને જોડતા ગોસા મોકર-બાપોદર વાઈનીંગ રોડ, રાણાવવાના અણિયારી ગામનો એપ્રોચ રોડ, રાણાવાવ તાલુકા અને પોરબંદર તાલુકા ના ગામડાને જોડતો નેરાણા -એરડા રોડ વાઈનીંગ, પોરબંદર તાલુકા,કુતિયાણા તાલુકાઅને બાંટવા તાલુકા ના ગામડાઓ જોડતા ચિકાસ- ગરેજ મહિયારી- બાંટવા રોડ વાઈનીંગ અને ધરમ પુર એપ્રોચ રોડ આ રસ્તાઓ આર. એન. બી. હસ્તક આવતા હોય તેથી તાત્ત્કાલિક ધોરણે જોબ નંબર ફાળવી નવીનીકરણ કરવા રજુઆત કરી છે .
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.