માળિયાહાટીનાના જુથળ ગામે અદાવતથી યુવાન ઉપર સામૂહિક હુમલો સાથે રહેલ મિત્રને અને પત્નીને પણ માર મારી? બાઈકમાં તોડફોડ કર્યા અંગે આઠ સામે ફરિયાદ
22-10-2024
માળિયાહાટીનાના જુથળ ગામે અદાવતથી યુવાન ઉપર સામૂહિક હુમલો સાથે રહેલ મિત્રને અને પત્નીને પણ માર મારી? બાઈકમાં તોડફોડ કર્યા અંગે આઠ સામે ફરિયાદ
માળીયાહાટીના ના જુથળ ગામે રહેતા ભાવિકભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જુથળ ગામે રહેતા ભૌતિકભાઈ સોંદરવા ની બહેન સાથે ભાવિકભાઈ ના લગ્ન કરવાનું અગાઉ નક્કી થયું હતું પરંતુ ત્યારબાદ ભૌતિક ભાઈએ ના કહી દીધી હતી જે અંગેનું બંનેને મન દુઃખ ચાલુ હતું. ત્યારબાદ ભાવિકભાઈ મકવાણાના બેન અને બનેવી ભૌતિક ભાઈના ઘરે ચા પીવા ગયેલ તે દરમિયાન તેઓને ઘરેથી જતા રહેવાનું કહ્યું હતું અને અપમાન કરેલ હતું. અને આ બાબત અંગે ભાવિકભાઈ મકવાણા સાથે ઝઘડો કર્યો હતો.
ગઈકાલે જૂથળ ગામે ભાવિકભાઈ તેના પત્ની તથા રોહિતભાઈ અને તેના પત્ની ચારેય નવરંગ ખાતે ગોલા ખાઈ પરત રાત્રે ફરતા હતા ત્યારે રસ્તામાં આવતી વખતે ભૌતિક ભાઈ સોંદરવા, ભીમાભાઇ સોંદરવા, બંને રહે જૂથળ સાહિલ પરમાર, મહેશ પરમાર, ચંદુ પરમાર, રાજેશ સોલંકી, જીગ્નેશ બગડા અને રવિ રાઠોડ રહે .ધોરાજી એમ આઠ + ઇસમો હથિયારો સાથે કારમાં આવી કુહાડી છરી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. ભૌતિક ભાઈએ ભાવિકભાઈ ને કુહાડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત + સાથે રહેલા અન્ય ત્રણેયને પણ લોખંડના પાઇપ ધોકા વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. રોહિતભાઈ ને બાઈક ને પણ તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ અંગે આઠ યુવકો સામે જીવલેણ હુમલો કર્યા અંગે ફરિયાદ નોંધાવતા માળીયાહાટીના પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી પીએસઆઇ સુમરાએ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.