ધજાળા પોલીસ દ્વારા જાહેરજનતા જોગ સાવચેતી સંદેશ
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં તહેવાર અનુસંધાને ચોરીઓ અટકાવવા નીચે મુજબના મુદ્દાની કાળજી રાખવા ધજાળા પોલીસ સ્ટેશન તરફથી અપીલ કરવામાં આવે છે.
* તમો તમારુ ઘર છોડીને કોઈ કામ અર્થે કે કોઇ કારણથી બહાર જાવ ત્યારે આપના ઘરમાં રહેલ કીમતી દર દાગીના તથા રોકડ રૂપિયા સાથે રાખવા અને શક્ય હોય ત્યા સુધી બેન્ક લોકર કે અન્ય કોઇ સુરક્ષિત જગ્યાએ રાખવા.
* આપની આજુબાજુમાં સોસાયટીમાં દિવસ-રાત્રી દરમ્યાન કોઇ શંકાસ્પદ/અજાણ્યા માણસો મળે તો તેમની પુછપરછ
કરવી અને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી.
* ગ્રામ વિસ્તારના મુખ્ય રસ્તાઓ ઉપર સી.સી.ટી.વી. લગાડવા અંગે ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવુ.
* ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણી ચોરીઓના બનાવો બનવા પામેલ હોય જેથી શંકાસ્પદ વસ્તુ/વાહન સાથે કોઇ હાજર મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવી.
* આપ આપના પરીવાર સાથે કોઇ ભીડ વાળી જગ્યાએ જાવ છો ત્યારે તમોએ પહેરેલ કિંમતી દાગીનાની પુરેપુરી કાળજી રાખવી અને શક્ય હોય ત્યા સુધી ભીડ વાળી જગ્યામાં કિંમતી દાગીના પહેરવાનું ટાળો.
* શહેરી વિસ્તારમાં સોસાયટીમાં રહેતા માણસોએ એકબીજાના સંપર્કમાં રહી ગેરકારયદેસર પ્રવૃતિ કે શંકાસ્પદ વ્યક્તિ બાબતે સોસાયટીના તમામ રહીશોને તથા પોલીસને જાણ કરવી.
* તાજેતરમાં ધજાળા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રાત્રી ચોરીના બનાવો બનવા પામેલ હોય જેથી વધુ આવા બનાવો ન બને તે માટે તમામ નાગરીકોને પુરેપુરી તકેદારી રાખવા ધજાળા પોલીસ સ્ટેશન વતી ધજાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આર. ડાંગર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.
સંપર્ક સૂત્ર
ધજાળા પોલીસ સ્ટેશન- ૬૩૫૯૬૨૯૩૮૭
સર્વેલન્સ ટીમ:- મો.નં.૯૯૦૯૦૬૬૦૦૭, ૯૯૨૪૫૦૫૫૬૪
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.