ધંધુકા શ્રી શ્યામસુંદર મંદિર હવેલી ખાતે શ્રીશ્યામ સુંદર પ્રભુનો પાટોત્સવ ઉજવાયો.
ધંધુકા શ્રી શ્યામસુંદર મંદિર હવેલી ખાતે શ્રીશ્યામ સુંદર પ્રભુનો પાટોત્સવ ઉજવાયો.
ધંધુકા શ્રીશ્યામસુંદર પ્રભુના પાટોત્સવની દબદબાભેર ઊજવણી કરાઈ: કાંકરોલી નરેશ તૃતીય પીઠાજી સ્વર શ્રી ડો.108 વાગીશ કુમારજીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો.
વિશાળ શોભાયાત્રામાં વૈષ્ણવોની વિશેષ હાજરી :કીર્તન સાથે કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી શ્યામસુંદર મંદિર હવેલી ખાતે શ્રીશ્યામ સુંદર પ્રભુનો પાટોત્સવ રાજસ્થાન કાંકરોલી નરેશ તૃતીય પીઠાધિશ્વર ડૉ.108 વાગીશકુમારજીની પ્રેરક ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. વિશાળ સંખ્યામાં પુષ્ટિ-માર્ગીય વૈષ્ણવોની હાજરીમાં સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો.
ધંધુકા શ્રી શ્યામસુંદર મંદિર હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ શાહ વિમાવાળાએ જણાવ્યું હતું કે પ્રભુના પાટોત્સવ પ્રસંગે સવારે મહારાજશ્રીએ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ આપ્યા હતા . ઉપરાંત સોનાના પલના તથા રાજભોગમાં શ્રી શ્યામસુંદર પ્રભુને તિલક અને વિશાળ સ્વભાવ યાત્રાનું આયોજન કરાયું હતું. સાંજે હવેલી ખાતે પૂજ્ય જે જે શ્રીના વચનામૃત સાથે પાઠશાળાના બાળકો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર રજૂ કર્યો હતો.સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.તમામ કાર્યક્રમોમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.