દિલીપસિહ. બારડ મહામંત્રી - ભારતીય જનતા પાર્ટી, ગીર-સોમનાથ એ. પત્ર લખ્યો - At This Time

દિલીપસિહ. બારડ મહામંત્રી – ભારતીય જનતા પાર્ટી, ગીર-સોમનાથ એ. પત્ર લખ્યો


ગીર સોમનાથ જીલ્લામાં અતિભારે અને અવિરત પડેલા વરસાદ તથા પુર તથા માવઠાના વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે કરાવવા અને સહાય માટેનું સહાયનું ખાસ રાહત પેકેજ જાહેર કરવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી ‌ને રજુઆત દિલીપસિહ. બારડ મહામંત્રી - ભારતીય જનતા પાર્ટી, ગીર-સોમનાથ એ
પત્ર લખ્યો ગીર સોમનાથજિલ્લાના વિસ્તારમાં અતિભારે અને અવિરત પડેલા વરસાદ પડેલ છે તેમજ અકલ્પનીય તેવા પુરના પાણી આવવાથી તથા તા.૦૬/૧૦/૨૦૨૪ના
લયને અત્યાર સુઘી રોજ માવઠાના વરસાદથી ગીર સોમનાથ જીલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન તથા શાકભાજી અને અન્ય પાકોને ખૂબ જ મોટું નુકશાન થયેલ છે. તેમજ અતિવૃષ્ટિને કારણે નદી, વોકળા, તળાવો અને જળાશય તેમજ ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પાકોને પણ મોટાપાયે નુકશાન થયેલ છે. હાલ ચોમાસાની સિઝન પૂરી થવામાં હોય છતાં ચોમાસાની સિઝન કરતાં વધારે વરસાદ વરસતા ખેડૂતોના પાકોને ખુબજ પ્રમાણમાં નુકશાન તેમજ તારાજી થયેલ છે અને ખેડૂતો બેહાલ થયેલ છે. જેમાં ખાસ કરીને મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજીના પાકો સદંતર નિષ્ફળ અને પશુઓના ચારાઓ પણ ખવડાવવા જેવા રહેલ નથી. હાલ પણ સતત દિવસે દિવસે વરસાદ થવાથી ખેડૂતોની આખા વર્ષની કમાણી અને રોજીરોટી માટે વિકટ પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. તો ખેડૂત ભાઇઓની આ પરિસ્થિતી ધ્યાને લેવા તેમજ ગીર સોમનાથ જીલ્લામાં તથા વાડી વિસ્તારોમાં તમામ પ્રકારની નુકશાનીનો સર્વે કરાવવા અને ખેડૂતો, પ્રજા,વેપારીઓને થયેલા નુકશાનની સહાય તથા જમીન ધોવાણ માટેની સહાયનું ખાસ રાહત પેકેજ જાહેર કરવા યોગ્ય કરવા મારી ગિરસોમનાથ જિલ્લાના ખેડુ ભાઈઓ વતી પત્ર દ્વારા જાણ કરલછે

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી.9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.