ભાંભણ ગામે SBM-G હેઠળ સ્વચ્છતા અંગે જન-જાગૃતિ માટે જાહેર સ્થળો પર ભીંતચિત્રો અને સૂત્રો થકી પ્રચાર પ્રસારની કામગીરી
(ચિંતન વાગડીયા દ્વારા)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન ૧૭ સપ્ટેમ્બરથી શરૂ કરીને ૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતિ સુધી યોજાવાનું છે જે અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જનઅભિયાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તેમજ ગામડાના પરિવારો પણ સ્વચ્છતા અંગે સજાગ થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીના દિશાનિદર્શન હેઠળ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે પૈકી બોટાદ તાલુકાના ભાંભણ ગામે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના હેઠળ સ્વચ્છતા અંગે જન-જાગૃતિ માટે જાહેર સ્થળો પર ભીંતચિત્રો અને સૂત્રો થકી પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.