સુરત થી સોમનાથ 900 કી.મી.સાયકલ યાત્રા કરી બે સાયકલવિરોએ સોમનાથ દાદાને શીશ જુકાવ્યુ - At This Time

સુરત થી સોમનાથ 900 કી.મી.સાયકલ યાત્રા કરી બે સાયકલવિરોએ સોમનાથ દાદાને શીશ જુકાવ્યુ


ભાવનગર ઘોઘાના પૂર્વ ધારાસભ્ય નાનાભાઈ રોયલા ના સુરત સ્થિત પુત્ર જીતેન્દ્રભાઈ રોયલા (ઉ.50) અને તેમના મિત્ર નરેશભાઈ ચૌરૂષી(ઉ.62) સુરતથી તા ૧૪/૧૦/૨૪ ને સોમવારે સવારે ૭:૩૦ કલાકે સાયકલ યાત્રાનો પ્રારંભ કરી સોમનાથ મુકામે સુરક્ષિત અને ઉત્સાહપૂર્વક પહોંચી આપની અદમ્ય સાહસવૃત્તિનો પરિચય કરાવ્યો હતો આપની સાથે આકાશ રોયલા અને કરણ મોરીએ પણ જોડાઈને સોનામાં સુગંધ ભેળવી હતી આ સાયકલવીરોએ 600કિ.મી.ઉપરાંત અન્ય 300 કિ.મી.એમ અંદાજિત 900 કિલોમીટર સાયકલ ચલાવી સારું સ્વાસ્થ્ય અને અપ્રતિમ મનોબળ દર્શાવ્યું હતુ આ સાયકલ યાત્રાનો મુખ્ય વિચાર અને ઉદ્દેશ આજના યુવાનોને આમાંથી કંઈક નવું કરવાની પ્રેરણા મળે અને લોકોમાં સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ કેળવાય એ હતો સાયકલ યાત્રાનું અંતિમ સ્થળ સોમનાથ રાખવા પાછળનો હેતુ એમાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ ઉમેરાય એ હતો આ સાયકલ યાત્રા દરમિયાન ગામેગામ તેઓનું ઉત્સાહપૂર્વક અને ફૂલહાર પહેરાવી સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ આનાથી તેઓનું મનોબળ પણ વધ્યું હતુ સર્વેનું સ્વાસ્થ્ય આવું જ જળવાય રહે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રેરક કાર્યો અને પ્રેરણારૂપ પ્રવૃત્તિઓ કરતા રહે તે માટે તેઓના મિત્રો વડીલો સગા સંબંધીઓ અને માતૃશ્રી એસ.એમ.રોયલા શાળા પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.