હેલ્મેટ-સીટ બેલ્ટ માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવા RTOને સૂચના અપાઈ - At This Time

હેલ્મેટ-સીટ બેલ્ટ માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવા RTOને સૂચના અપાઈ


સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત કર્યા બાદ સામાન્ય વાહનચાલકોને પણ નિયમ લાગુ કરાયોઃ તમામ આરટીઓને રસ્તા પર ઉતરી જવા આદેશ

ગુજરાત મિરર, રાજકોટ તા.૨૧ હાઇકોર્ટ ઝાટકણી કાડડ્યા બાદ તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવામા આવ્યું હતું. જેની ખાસ ચેકિંગ ડ્રાઈવ રાજકોટ સહિત રાજ્યભરમાં સરકારી કચેરીઓ પાસે ચલાવવામાં આવી હતી. જેમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર જ ઝપટે ચડી ગયા હતા. ત્યારે સામાન્ય નાગરીકો પર હેલ્મેટ અને સિટ બેલ્ટના નિયમોનું પાલન કરે છે કે, તે માટે ચેકીંગ ડ્રાઇવ યોજવા તમામ આરટીઓ કચેરીને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરી આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વધતા જતા અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી લોક જાગૃતિ તથા ટ્રાફીક નિયમોનું અત્યંત જરૂરી છે. દ્રિચક્રીય વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગએ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિચત કરે છે. જેના પરિણામે માર્ગ-અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શક્યા તેમ છે. રાજ્યમાં અકસ્માત નિવરાણના હેતુસર ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન હંકારતા વાહન માલીકો દ્વારા હેલ્મેટ અને સિટ બ્લેટના ઉપયોગ અંગે મોટર વાહન કાયદામાં કરવામાં આવેલ જોગવાઇઓનું ચુશ્તપણે પાલન કરવામાં આવેલ

તે માટે સ્પેશ્યલ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવે.

મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ મુજબ નિમય ૧૨૯ હેઠળ દ્રિચક્રીય વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું તેમજ ફોર વ્હિલર ચલાતી વખતે સિટ બેલ્ટ બાંધવો ફરજીયાત હોવાથી સરકારની પુખત વિચારણને અંતે દ્રિચક્રીય અને ફોર વ્હીલર ચાલકો દ્વારા નિયમોનું ચુશ્તપણે પાલન થાય છે કે, નહીં તેના માટે ખાસ ડ્રાઇવ યોજવા વાહન વિભાગ દ્વારા આજે તમામ આરટીઓ કચેરીને પરિપત્ર કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં જાહેર રસ્તાઓ પર ચેકિંગ ડ્રાઇવ યોજવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, હેલ્મેટ અને સિટ બેલ્ટ વાહન ચાલકો માટે ફરજીયાત કરવામાં આવ્યા છે. અને તે માટે પોલીસ તેમજ આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અગાઉ પણ આ નિયમ હેઠળ કડક કામગીરી કરતા હોબાળો મચી ગયો હતો અને પોલીસ તેમજ આટીઓ દ્વારા કુણું વલણ અપનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં અકસ્માતોની ઘટનાને લઈને હાઇકોર્ટ

લાલઘુમ થતા સરકાર દ્વારા હેલ્મેટ અને સિટ બેલ્ટ અંગે ચેકીંગ ડ્રાઇવ યોજવાસુચના આપવામાં આવી છે. આજે તમામ સરકારી કચેરીઓમાં આરટીઓ અને

પોલીસના ધાડેધારા ઉતરી પડયા હતા. આગામી દિવસોમાં રસ્તા પર પણ આપ્રકારની કામગીરી જોવા મળશે.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.