ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર ભારતની સૌ પ્રથમ થાર રોકક્સના માલિક - At This Time

ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર ભારતની સૌ પ્રથમ થાર રોકક્સના માલિક


ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર ભારતની સૌ પ્રથમ થાર રોકક્સના માલિક

ભારતની પહેલી થાર રોક્સ ગુજરાતમા અભિનેત્રી કશિશ રાઠોરની

ગુજરાત માટે અને ખાસ કરીને અમદાવાદ માટે ગર્વ ની વાત છે કે મહિન્દ્રા થારનુ નવુ મોડલ રોકસ 5 ડોર, અમદાવાદની જાણીતા કલાકાર અભિનેત્રી, પ્લેબેકસિંગર અને આર્કિટેક્ટ એવા કશિશ રાઠોરના નામ પર ભારતમા સૌ પ્રથમ થયુ. કશિશ રાઠોરને થાર રોકસ જીપ પસંદ કરવા માટેનુ કારણ પૂછતા તેમણે જણવ્યુ કે "થાર રોકસ" તેમને પોતાની જેમ મજબૂત તથા અઘરા રસ્તા અને દરેક ખાડા ટેકરાને સરલતાથી પાર કરે એવી લાગે છે .કશિશ રાઠોરને કાર કલેક્શનનો ઘણો શોખ છે અને પોતાની મહેનતથી ઇન્ટર્નશિપ વખતે પ્રથમ કાર ખરીદી હતી, પરંતુ તે હંમેશા કોઈપણ સેડાન કાર કરતાં એસયૂવી (SUV)ને પ્રાથમિકતા આપે છે.
સ્કૂલ હોય,કોલેજ હોય કે પછી વર્ક હમેશા પ્રથમ રહેવાનું પસંદ છે , તેના માટે તે મેહનત પણ કરે છે, એટલેજ ભારત ની પ્રથમ થાર રોક્સ લિધી .અમદાવાદ માટે આનંદની વાત છે કે ભારતની પ્રથમ વિવિધ ખાસિયત ધરાવતા થાર રોકક્સ 5 ડોર આપણી બહુમુખી કલાકાર કશિશ રાઠોરના નામે થઈ. કશિશ રાઠોરને તેમના નવા વાહન, નવી સફર ને જીંદગીની દરેક સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છા

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.