ફટાકડા માર્કેટમાં મંદીના માહોલથી વેપારીઓ મુંઝવણમાં - At This Time

ફટાકડા માર્કેટમાં મંદીના માહોલથી વેપારીઓ મુંઝવણમાં


દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા બજારમાં અત્યાર જોઈએ તેવી ઘરાકી જોવા મળી રહી નથી. સામાન્ય રીતે દિવાળીના 15 દિવસ પહેલાંથી જ લોકો ફટાકડાની ખરીદી શરૂ કરી દેતા હોય છે. પરંતુ આ વર્ષે એક તરફ મંદીનો માહોલ છે અને બીજી તરફ ફાયર NOCના ઈશ્યુના લીધે વેપારીઓને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓને આશા છે કે દિવાળી ટાણે ફટાકડાની ખરીદી નીકળશે. TRP ગેમઝોન દુર્ઘટના બાદ આ વર્ષે વેપારીઓને ફાયર NOC સહિતના 20થી 22 જેટલા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડી રહ્યાં છે. જેના કારણે વેપારી મુંઝવણમાં મુકાયા છે. જેથી આ વર્ષે સ્ટોલની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળશે. આ વર્ષ ફટાકડાના ભાવમાં 35થી 40 %ટકાનો વધારો આવ્યો છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.