મહારાષ્ટ્રમાં NDA વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ:શાહના ઘરે 2 કલાક સુધી બેઠક ચાલી; ભાજપ 155, શિવસેના શિંદે 78 અને NCP અજીત જૂથ 55 બેઠક પર ચૂંટણી લડશે - At This Time

મહારાષ્ટ્રમાં NDA વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ:શાહના ઘરે 2 કલાક સુધી બેઠક ચાલી; ભાજપ 155, શિવસેના શિંદે 78 અને NCP અજીત જૂથ 55 બેઠક પર ચૂંટણી લડશે


મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ અંગે ગઈ મોડી રાત્રે અમિત શાહના ઘરે NDAના દળોની અઢી કલાક બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર હાજર રહ્યા હતા. બેઠકમાં ભાજપ, શિવસેના શિંદે અને NCP અજીત જૂથ વચ્ચે રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર સહમતિ સધાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ 155 બેઠકો પર, શિવસેના શિંદે જૂથ 78 બેઠકો પર અને NCP અજિત પવાર જૂથ 55 બેઠકો પર તેના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. બેઠકમાં નાની પાર્ટીઓને પણ કેટલીક બેઠકો આપવા પર સહમતિ બની હતી. અમિત શાહની સૂચના બાદ કેટલીક બેઠકો અંગેનો મુદ્દો રાજ્ય સ્તરે ઉકેલાશે. બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હીમાં અમિત શાહને મળ્યા પછી મહારાષ્ટ્ર પાછા ફર્યા છે, જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે હજી પણ દિલ્હીમાં હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે તેના ક્વોટામાંથી નાની પાર્ટીઓને સીટો આપવાની છે. જો કોઈપણ પક્ષ પાસે વિજેતા ઉમેદવાર ન હોવાની સ્થિતિ 5 જગ્યાએ પ્લસ-માઈનસ કરી શકાય છે. ભાજપ આજે 106 નામોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે
સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતિ બન્યા બાદ ભાજપ આજે 106 બેઠકો માટે ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. આ લગભગ એવી બેઠકો હશે જ્યાં પાર્ટીના મોટા ચહેરાઓ ચૂંટણી લડશે. જેમાં દેવેન્દ્ર ફડણવીસ જેવા નામ સામેલ છે. રાજ ઠાકરેનો પુત્ર પણ ચૂંટણી લડી શકે છે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે. અમિત ઠાકરે માટે મુંબઈની માહિમ અને ભાંડુપ પશ્ચિમ વિધાનસભા બેઠકોની સમીક્ષા કરવામાં આવી રહી છે. શિંદે સેનાના સદા સરવણકર માહિમ સીટથી હાલના ધારાસભ્ય છે. ઠાકરે સેનાના રમેશ કોરગાંવકર ભાંડુપ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. જો MNS માહિમ વિધાનસભા સીટ પરથી અમિત ઠાકરેને મેદાનમાં ઉતારે છે, તો શિવસેના (UBT) આ સીટ પરથી પોતાના ઉમેદવારને ઉભા ન રાખવાનું વિચારી શકે છે. જ્યારે આદિત્ય ઠાકરે 2019ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે MNSએ વરલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં MNSના સમર્થનને કારણે મહાયુતિના ઉમેદવાર રાહુલ શેવાલેને માહિમ વિધાનસભા સીટ પર લગભગ 14 હજારની લીડ મળી હતી. એટલા માટે MNSને લાગે છે કે માહિમ વિધાનસભા સીટ અમિત ઠાકરે માટે સુરક્ષિત રહી શકે છે. શરદ પવારે કહ્યું- MVAમાં સીટની વહેંચણી અંગે પાટીલ નિર્ણય લેશે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કુલ 288 બેઠકોમાંથી 200 પર મહા વિકાસ અઘાડી (MVA) ના ત્રણ સહયોગીઓ વચ્ચે સર્વસંમતિ સધાઈ ગઈ છે. MVAમાં NCP (SP), કોંગ્રેસ અને શિવસેના (UBT)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના સતારામાં પવારે કહ્યું કે હરિયાણાની ચૂંટણીના પરિણામોની મહારાષ્ટ્ર ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. હરિયાણામાં કોંગ્રેસને ભાજપથી હારનો સામનો કરવો પડ્યો છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 'હું સીટ શેરિંગની ચર્ચામાં સીધો સામેલ નથી.' જયંત પાટીલ (NCP-SP રાજ્ય એકમના વડા) પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમની પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 288 બેઠકોમાંથી 200 બેઠકો પર સમજૂતી થઈ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એનસીપી સતારા જિલ્લામાં કઈ બેઠકોની માંગ કરશે, તો તેમણે કહ્યું કે બેઠકોની વહેંચણી અંગે પાટીલ નિર્ણય લેશે. કોંગ્રેસ CEC 20 ઓક્ટોબરે મળશે
મહારાષ્ટ્ર કોંગ્રેસ 20 ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક યોજશે, જેમાં રાજ્યના ઉમેદવારોની યાદીને ફાઈનલ કરવામાં આવશે. બુધવારે દિલ્હીમાં હિમાચલ ભવનમાં મહારાષ્ટ્ર ચૂંટણી સ્ક્રિનિંગ કમિટીની બેઠક બાદ વિધાનસભા ચૂંટણીના પાર્ટી પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું કે અમે 20 ઓક્ટોબરે બીજી બેઠક કરીશું અને બધું ફાઈનલ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.