યુદ્ધના તણાવ વચ્ચે સાહસ:યુદ્ધ વચ્ચે તેલંગાણાના 100 મજૂરો ઈઝરાયલ ગયા, પગાર 1.50 લાખ
ઈઝરાયલ અને ઈરાનની સાથે-સાથે તેના પાડોશી દેશો વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે તેલંગાણાથી 100થી વધુ મજૂરો નિર્માણ ઉદ્યોગમાં કામ કરવા માટે તેલ અવીવ પહોંચ્યા છે. તેમાંથી મોટાભાગના ચણતર, સુથારીકામ અને અન્ય બાંધકામના કામો માટે ઈઝરાયલ જઈ રહ્યા છે. આ કામદારોને મફત રહેવા અને ખાવાની સુવિધા સાથે મહિને લગભગ 1.5 લાખનો પગાર મળશે. નોંધનીય છે કે 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો હતો ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. તેમ છતાં ભારતમાંથી હજારો કામદારોને 3 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી કામ માટે ઈઝરાયેલ મોકલવામાં આવી રહ્યા છે, બીજી તરફ દેશભરમાંથી 900 કામદારો કામ કરવા ઈઝરાયલ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોરોના પછી કોન્ટ્રાક્ટરે કામ ન આપ્યું: ગુરાલા
40 વર્ષીય નરેન્દ્ર ગુરાલા જગતિયાલ જિલ્લાનો રહેવાસી છે. મુંબઈમાં ટાઇલ્સ નાખવાનું કામ કરતો હતો. કોવિડ પછી કોન્ટ્રાક્ટરે તેને ફરીથી મુંબઈ બોલાવ્યો નહીં. ગુરાલા જણાવે છે કે તેણે તેની પત્ની, બે બાળકો અને માતા-પિતાના સારા જીવન માટે ઇઝરાયલમાં કામ કરવા મન બનાવી લીધું. અહીં 35 હજાર મળે છે ત્યાં વધારે સેલરી મળશે
ભાસ્કર સાથે વાત કરતા તેલંગાણાના 37 વર્ષીય ગંગાધરી રમેશે કહ્યું કે અમને અહીં સન્માન અને સારો પગાર મળે છે, અમે ખુશ છીએ. અમે ભારતમાં ટાઇલ્સ નાખવાનું કામ કરતા હતા અને 30-35 હજાર કમાતા હતા જેના કારણે હું વિદેશમાં કામ કરવા માગતો હતો તેથી હું અહીં કામ કરવા આવ્યો છું. 900 લોકો ઈઝરાયલમાં કામ કરવા માટે તૈયાર
ભારતમાંથી બાંધકામ મજૂરોને ત્યાં મોકલવાની ઇઝરાયલની વિનંતીને પગલે કેન્દ્રએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ઇઝરાયલની માગને પહોંચી વળવા કુશળ કામદારો મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. ટોમકોમના અધિકારીએ જણાવ્યું કે 900 કામદારોએ ઇઝરાયલમાં નોકરીમાં રસ દર્શાવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.