દશેરાનો તહેવાર:બસ્તરમાં સ્ટિયરિંગ-બ્રેક વગરનો સૌથી મોટો દશેરાનો વિજયરથ કાર-થાંભલા સાથે અથડાય તોપણ શ્રદ્ધાળુ 6 કિમી સુધી ખેંચે છે - At This Time

દશેરાનો તહેવાર:બસ્તરમાં સ્ટિયરિંગ-બ્રેક વગરનો સૌથી મોટો દશેરાનો વિજયરથ કાર-થાંભલા સાથે અથડાય તોપણ શ્રદ્ધાળુ 6 કિમી સુધી ખેંચે છે


છત્તીસગઢના બસ્તરમાં મનાવાતો દેશનો સૌથી લાંબો દશેરાનો તહેવાર 77 દિવસ સુધી ચાલે છે. આ ઉત્સવના મુખ્ય રિવાજોમાંથી એક છે બાહર રૈની અને ભીતર રૈની(નારાજ લોકોને મનાવવાનો એક પ્રકારનો રિવાજ). જેમાં બે માળના વિશાળ રથનું સંચાલન કરવામાં આવે છે. રથની ઊંચાઇ 20 ફૂટ અને લંબાઇ 45 ફૂટથી વધુ હોય છે. રથમાં સ્ટિયરિંગ કે બ્રેક ન હોવા છતાં તેને કોઇ પણ અડચણ વગર 6 કિમી સુધી હંકારાય છે. રસ્તામાં આવતી વસ્તુઓ સાથે પણ અથડાય છે. દર વર્ષે મહાનગરપાલિકા તૂટેલા થાંભલાનું સમારકામ કરે છે
રથ જે રૂટ પરથી પસાર થાય છે ત્યાં રસ્તામાં કોઇ વીજળીનો થાંભલો, કાર, બાઇક, સાઇન બોર્ડ અથવા અન્ય કોઇ સામાન આવી જાય છે તો તેની સાથે રથ ટકરાઇ જાય છે. વાસ્તવમાં, રથમાં કોઇ બ્રેક હોતી નથી. દરમિયાન રથને જ્યારે પૂરી તાકાત સાથે ખેંચવામાં આવે છે ત્યારે તે એક દિશામાં તેજીથી આગળ વધે છે અને એ દિશામાં જે પણ સામે આવે તેની સાથે ટકરાય છે. દર વર્ષે આ તોડફોડ બાદ મહાનગરપાલિક સમારકામ કરે છે. ભાસ્કર સૂચન : વાયરિંગ અંડરગ્રાઉન્ડ કરાય
બસ્તર દશેરામાં વિજયરથ પરિક્રમા દરમિયાન જે જે રસ્તામાંથી પસાર થાય છે ત્યાં વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. શહેરના મેઇન રોડ પર અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ આ કામ થયું નથી. એટલે જો આ રૂટથી થાંભલા તેમજ ટ્રાન્સફૉર્મરને હટાવીને અંડરગ્રાઉન્ડ કરાય તો આ વીજકાપ અને દર વર્ષે સમારકામના કામથી બચી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.