શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ પુણે ખાતે ત્રણ ગૌશાળાઓમાં ગૌમાતાનાં શેડનું લોકાર્પણ કર્યું
‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ પુણે ખાતે ત્રણ ગૌશાળાઓમાં ગૌમાતાનાં શેડનું લોકાર્પણ કર્યું
મુંબઇ ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦- ૩૦ ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવી હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે. બનાસકાંઠામાં આવેલા પુર સમયે અને રાજસ્થાનમાં દુષ્કાળનાં સમયગાળામાં પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૧૦ જગ્યાએ શેડ બનાવી આપવાનું કામ ચાલુ છે જેમાં ૩૦૦૦ થી વધુ જીવોનો સમાવેશ કરવામાં આવશે. નાલાસોપારા અને વિરારમાં રસ્તે રખડતાં શ્વાન અને બિલાડીઓને રોજ દૂધ અને રોટલી આપવામાં આવે છે. કાંદીવલી અને નાલાસોપારામાં વિવિધ જગ્યાએ પક્ષીઓ માટે પાણીના કુંડા અને રોજની ૨૦૦ કિલો જુવાર, મકાઈની ૩૬૫ દિવસ સેવા ચાલુ છે.
‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા પુણે ખાતે સરસેનાપતિ હંબીરરાવ મોહિતે ગોરક્ષણ ટ્રસ્ટ ગૌશાળા, શ્રી સમર્થ ગૌશાળા અને શ્રી બોરમલનાથ ગૌશાળામાં ગૌમાતાનાં શેડનું મહારાષ્ટ્ર ગૌસેવા આયોગનાં અધ્યક્ષ શેખર મુંદડા અને ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’નાં મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ જરીવાલાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માટે શ્રી ગુજરાતી જૈન સમાજ, ચંદુલાલ દામોદરદાસ વોરા અને શ્રીમતી મધુબેન ચંદુલાલ વોરા તેમજ શ્રીમતી કોકીલાબેન નવીનચંદ્ર મહેતા પરિવાર સહિતનાઓનો સહયોગ મળ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.